લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા ખટલાનો સામનો કરનારા સબ પોસ્ટમાસ્ટરોએ હવે તેમના કેસની સમીક્ષા સરકાર દ્વારા કરાશે.
1999થી 2015 વચ્ચે પોસ્ટ ઓફિસ દ્વારા દાખલ કરાયેલા ખટલાઓમાં 700 કરતાં વધુ સબ પોસ્ટમાસ્ટરોને દોષી ઠેરવાયાં હતાં. જાન્યુઆરી 2024માં આ તમામ પીડિતોના ચુકાદા રદ કરાયા હતા. પોસ્ટ ઓફિસની જેમ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા પણ 2012 સુધી સબ પોસ્ટમાસ્ટરો સામે અલગથી ખટલા દાખલ કરાયા હતા તેમાં 61 પોસ્ટ ઓફિસ કર્મચારીઓને દોષી ઠેરવાયાં હતાં. તેમનો દાવો હતો કે અમે હોરાઇઝન બેલેન્સ સેટલ કરવા માટે જ આ કામ કર્યું હતું. અમે પણ પોસ્ટ ઓફિસ સ્કેન્ડલનો ભોગ બન્યાં છતાં અમારા ચુકાદા રદ કરાયા નથી.
હવે ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સે તેમના કેસોની સ્વતંત્ર સમીક્ષા કરવાની જાહેરાત કરી છે. જોકે આ સમીક્ષામાં કોર્ટ ઓફ અપીલ દ્વારા નકારી કઢાયા હોય તેવા કેસો સામેલ કરાશે નહીં.