લંડનઃ પોસ્ટ ઓફિસમાંથી હોરાઇઝન આઇટી સિસ્ટમ હટાવવા સરકારે કવાયત હાથ ધરી છે. તે માટે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડે પોસ્ટ ઓફિસને 100 મિલિયન પાઉન્ડ કરતાં વધુની પ્રસ્તાવિત સબસિડી આપવા કોમ્પિટિશન રેગ્યુલેટર પાસે સલાહ માગી છે. સરકારે સબસિડી એડવાઇઝ યુનિટને રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડીબીટી પોસ્ટ ઓફિસને વર્ષ 2025-26 માટે 136 મિલિયન પાઉન્ડની સબસિડી આપવા માગે છે. જેથી પોસ્ટ ઓફિસ હાલની પ્રવર્તમાન હોરાઇઝન આઇટી સિસ્ટમને જારી રાખીને લાંબાગાળે તેને દૂર કરવાના વિકલ્પ પર કામ કરી શકે.