લંડનઃ પોસ્ટ ઓફિસના હોરાઇઝન સ્કેન્ડલ દરમિયાન થયેલા ફ્રોડના અપરાધોની મેટ્રોપોલિટન પોલીસ દ્વારા પહેલીવાર ક્રિમિનલ તપાસ શરૂ કરાઇ છે. સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે, અધિકારીઓ ખટલાઓ દરમિયાન જાણમાં આવેલા ફ્રોડના અપરાધોની તપાસ કરી રહી છે. જોકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે આ તપાસ વ્યક્તિગત કર્મચારીઓ સામે કે કંપની તરીકે પોસ્ટ ઓફિસ સામે શરૂ કરાઇ છે કે કેમ.
મેટ્રોપોલિટન પોલીસ ખટલાઓમાં સાક્ષી બનેલા ફુજિત્સુના બે પૂર્વ નિષ્ણાતોની તપાસ કરી રહી છે. આ એજ કંપની છે જેણે પોસ્ટ ઓફિસને હોરાઇઝન સોફટવેર ઉપલબ્ધ કરાવ્યું હતું. ડીપીપી દ્વારા મંજૂરી મળ્યા બાદ જાન્યુઆરી 2020માં આ તપાસ શરૂ કરાઇ હતી. જોકે આ તપાસમાં હજુ કોઇની ધરપકડ કરાઇ નથી.


