હોરાઇઝન સ્કેન્ડલનો વિચિત્ર કિસ્સોઃ માતાને જેલમાં જતી બચાવવા પોતે ચોરીની કબૂલાત કરી હોવાનો પુત્રનો દાવો

હવે તેમનો ચુકાદો રદ થશે કે કેમ તે અંગે રવિન્દર નાગાને મૂંઝવણ

Tuesday 04th June 2024 13:14 EDT
 
 

લંડનઃ પોતાની માતાને જેલમાં જતા બચાવવા માટે માતાની પોસ્ટ ઓફિસમાંથી 35,000 પાઉન્ડની ચોરી કરી હોવાની ખોટી કબૂલાત કરનાર પુત્ર હવે તેની સામેનો ચુકાદો રદ કરાશે કે નહીં તેની રાહ જોઇ રહ્યો છે. ગ્રીનોકમાં બેલવિલે પોસ્ટ ઓફિસ ખાતે હિસાબમાં ઓડિટર્સને 35,000 પાઉન્ડ ઓછા હોવાનું બહાર આવતા રવિન્દર નાગાએ પોતે નાણા ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. તેમનો દાવો છે કે માતાને જેલમાં જતી બચાવવા માટે તેમણે ચોરીની ખોટી કબૂલાત કરી હતી.

હોરાઇઝન આઇટી સિસ્ટમમાં ખામી હોવાના કારણે સેંકડો સબ પોસ્ટમાસ્ટરોને નાણાકીય ગેરરિતી માટે દોષી ઠેરવાયાં હતાં. ગયા સપ્તાહમાં સંસદમાં પસાર કરાયેલા ખરડા અંતર્ગત આ તમામ ચુકાદા હવે રદ ઠેરવવામાં આવ્યાં છે. પરંતુ રવિન્દર નાગા તેમનો ચુકાદો રદ થશે કે નહીં તે અંગે મૂંઝવણમાં છે કારણ કે તેઓ સબ પોસ્ટમાસ્ટર પણ નહોતાં. રવિન્દરને આ અપરાધ માટે 300 કલાક કોમ્યુનિટી સર્વિસની સજા કરવામાં આવી હતી.

નાગા જણાવે છે કે મેં અપરાધની એટલા માટે કબૂલાત કરી હતી કારણ કે મારી માતાને જેલમાં જવું ન પડે. જો મારી માતાને જેલ થઇ હોય તો અમારો પરિવાર છિન્ન ભિન્ન થઇ ગયો હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter