હોરાઇઝન સ્કેન્ડલમાં ચાલતી ગુપ્ત તપાસ પોસ્ટ ઓફિસે બંધ કરી હોવાની જાણ કેમેરુન સરકારને હતી

Tuesday 20th February 2024 12:21 EST
 

લંડનઃ બીબીસીના એક અહેવાલમાં દાવો કરાયો છે કે હોરાઇઝન સ્કેન્ડલમાં ખોટી રીતે આરોપી બનાવાયેલા સબ પોસ્ટમાસ્ટરોને મદદ મળી શકે તેવી ગુપ્ત તપાસ પોસ્ટ ઓફિસ દ્વારા બંધ કરી દેવાઇ હોવાની જાણ તત્કાલિન ડેવિડ કેમેરુન સરકારને હતી. હોરાઇઝન આઇટી સિસ્ટમમાં કેશ એકાઉન્ટ સાથે કેવી રીતે ચેડાં કરી શકાય તે શોધી કાઢવા 2016માં શરૂ કરાયેલી તપાસમાં 17 વર્ષના રેકોર્ડ ફેંદી નાખવામાં આવ્યા હતા. તે સમયની સરકારને પણ કહેવામાં આવ્યું હતું કે તપાસ થઇ રહી છે પરંતુ ત્યારબાદ પોસ્ટ માસ્ટરોએ કાયદાકીય પગલાં લેવાનું શરૂ કરી દેતાં આ તપાસ અટકાવી દેવાઇ હતી.

સિક્રેટ તપાસમાં એવા પણ પુરાવા સામે આવ્યા હતાં કે હોરાઇઝન સોફ્ટવેર આપનારી કંપની ફુજિત્સુ સબ પોસ્ટમાસ્ટરોના કેશ એકાઉન્ટ સાથે દૂરથી પણ ચેડાં કરી શકે છે. આ પ્રકારની દલીલ કોર્ટમાં પણ કરાઇ હતી પરંતુ બે વર્ષ પછી આ દલીલને નકારી કઢાઇ હતી. કેટલાક સબ પોસ્ટમાસ્ટરો વતી કેસ લડનાર બેરિસ્ટર પોલ માર્શલ કહે છે કે આ નવા ખુલાસા એવા આરોપોને સમર્થન આપી રહ્યાં છે કે પોસ્ટ ઓફિસે કાયદાનો ભંગ કર્યો છે અને સરકારે તેને અટકાવવાના કોઇ પ્રયાસ કર્યા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter