લંડનઃ હોલીયોક્સ સીરિઝમાં અભિનય કરનાર 40 વર્ષીય રિઝવાન ખાનને બે મહિલા પર બળાત્કારના આરોપસર દોષી ઠેરવાયો છે. બે અલગ અલગ ઘટનામાં એક મહિલા પર સેક્સ્યુઅલ એસોલ્ટ કરવા અને એક બાળકને તમાચા મારવા માટે તથા એક મહિલા ભરઊંઘમાં હતી ત્યારે તેના પર બળાત્કાર ગુજારવા માટે રિઝવાનને દોષી ઠેરવાયો છે.
ટીસાઇડ ક્રાઉન કોર્ટમાં પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, રિઝવાન મારા પર બળાત્કાર કરી રહ્યો હતો ત્યારે મારી આંખ ખુલી ગઇ હતી. જજ પોલ રીડે રિઝવાનને તેના ઘરમાં રહેવાની શરતે જામીન આપ્યા છે. રિઝવાને હોલીયોક સીરિઝમાં ડોક્ટર પીક તરીકેનું પાત્ર ભજવ્યું હતું. તે આઇટીવીના ડિટેક્ટિવ શો વેરામાં પણ અભિનય કરી ચૂક્યો છે.


