લંડનઃ બેટરીમાં વિસ્ફોટના જોખમના કારણે એરલાઈન્સ દ્વારા જાતે બેલેન્સ કરતા દ્વિચક્રી સ્કૂટર હોવરબોર્ડ્સને ફ્લાઈટમાં લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. બ્રિટિશ એરવેઝ અને ઈઝીજેટે જણાવ્યું છે કે તેઓ હોવરબોર્ડ્સને લઈ જશે નહિ. કતાર એરલાઈન્સે પણ પ્રતિબંધ લાદ્યો છે.
લોકપ્રિય ક્રિસમસ ગિફ્ટ્ ગણાતા હોવરબોર્ડ્સ ઘરમાં બેટરી ચાર્જિંગ વખતે ફાટીને અગનજ્વાળા ફેલાવે છે. યુએસ પોસ્ટલ સર્વિસે પણ વિમાન દ્વારા હોવરબોર્ડ્સની ડિલિવરી કરવા નકાર્યું છે, જ્યારે રોયલ મેઈલ આવા પાર્સલોની હેરફેર ચાલુ રાખશે. યુકેમાં અંદાજે ૫૦૦,૦૦૦ લોકોએ ગિફ્ટ આપવા હોવરબોર્ડ્સની ખરીદી કરી હોવાનું મનાય છે. બ્રિટિશ સરહદો પર દૈનિક ૧,૦૦૦થી વધુ અસુરક્ષિત હોવરબોર્ડ્સનો નાશ કરવામાં આવે છે.

