હોસ્પિટલની અક્ષમ્ય બેદરકારીઃ 6 પેશન્ટના ખોટા અંગોની વાઢકાપ

યોર્ક એન્ડ સ્કારબરો ટીચિંગ હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ ઉપરાંત, અન્યોએ પણ ભૂલો કબૂલી

Tuesday 12th March 2024 06:46 EDT
 
 

લંડનઃ યોર્ક એન્ડ સ્કારબરો ટીચિંગ હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટે કબૂલ કર્યું છે કે ગત ત્રણ વર્ષમાં 6 પેશન્ટના અવયવો તબીબી ભૂલથી કાપી નાખવામાં આવ્યા હતા. યુકેમાં કોઈ પણ NHS ટ્રસ્ટ દ્વારા કરાયેલી વાઢકાપની આવી ભૂલનો સૌથી મોટો આંકડો છે. આ કબૂલાતના પગલે અન્ય NHS ટ્રસ્ટોએ પણ ભૂલથી હાથ અથવા પગ વાઢી નાખ્યા હોવાનું સ્વીકાર્યું હતું. શરીરનું અંગ ગુમાવવું પેશન્ટ અને તેના પરિવાર માટે વિનાશક અને જીવન બદલી નાખનારું બની રહે છે. સંવેદનાત્મક અસર ઉપરાંત, ભારે નાણાકીય અસર પણ ઉભી થાય છે જેનો સામનો કરવો મુશ્કેલ રહે છે.

યોર્ક એન્ડ સ્કારબરો ટીચિંગ હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટે તબીબી બેદરકારીના કારણોસર 2020માં ચાર અને 2021માં બે ખોટા એમ્પ્યુટેશન્સ પરફોર્મ કર્યા હતા. એક્સિડન્ટ્સ ક્લેઈમ્સ દ્વારા FOIવિનંતીઓ પગલે બહાર આવ્યું હતું કે યુકેના સંખ્યાબંધ NHS ટ્રસ્ટોએ પેશન્ટ્સના ખોટા અંગોની વાઢકાપ કરી નાખી હતી જેના કારણે તેમનું જીવન બદતર બની ગયું હતું. હોસ્પિટલો આ પ્રકારની ઘટનાઓનો ઉલ્લેખ ‘નેવર ઈવેન્ટ્સ’ તરીકે કરે છે.

આ ઉપરાંત, કેન્ટમાં મેડવે NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (5), જ્યોર્જ ઈલિયટ હોસ્પિટલ ટ્રસ્ટ (3), ઈસ્ટ કેન્ટ હોસ્પિટલ્સ યુનિવર્સિટી ટ્રસ્ટ (3), વિલ્ટશાયરમાં ગ્રેટ વેસ્ટર્ન હોસ્પિટલ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ (2) સહિત અનેક હોસ્પિટલોમાં આવાં ખોટા એમ્પ્યુટેશન પરફોર્મ કરાયાની બેદરકારી જોવા મળી છે.

આ હોસ્પિટલ્સ પણ બેદરકારીમાં પાછળ નથી

ઘણાં NHS ટ્રસ્ટોએ પેશન્ટની પ્રાઈવસીનું કારણ આગળ ધરી ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી પરંતુ, અંદાજિત સંખ્યા જણાવી છે. આ ટ્રસ્ટોમાં • બાર્નસ્લે હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (10થી ઓછાં)• બ્લેકપૂલ ટીચિંગ હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (5થી ઓછાં)• હેરોગેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (5થી ઓછાં)• લેવિશામ એન્ડ ગ્રીનિચ NHS ટ્રસ્ટ (5થી ઓછાં) • મિડ એન્ડ સાઉથ એસેક્સ હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (5થી ઓછાં) • નોર્ધર્ન લિંકનશાયર એન્ડ ગૂલે NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (5થી ઓછાં) • રોયલ યુનાઈટેડ હોસ્પિટલ્સ બાથ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (15થી ઓછાં) • સેલિસબરી NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (5થી ઓછાં) • સાઉથ વોરવિકશાયર NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (5થી ઓછાં) • ટોર્બે એન્ડ સાઉથ ડેવોનNHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (5થી ઓછાં) • ધ રોયલ વોલ્વરહેમ્પ્ટનNHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (10થી ઓછાં) • યુનિવર્સિટી કોલેજ લંડનહોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (5થી ઓછાં) • યુનિવર્સિટીહોસ્પિટલ્સ ઓફ મોરકામ્બે બે NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ (5થી ઓછાં) • વર્સેસ્ટરશાયર એક્યુટ હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટ (1થી 5ની વચ્ચે)• વીયે વેલી NHS ટ્રસ્ટ (6થી ઓછાં)નો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter