લંડનઃ ધ કેર ક્વોલિટી કમિશને ચેતવણી આપી છે કે મોટા ભાગની હોસ્પિટલોમાં વૃદ્ધોની સારસંભાળ બરાબર લેવાતી નથી અને મૃત્યુના આરે પહોંચેલા પેશન્ટ્સ માટે તે કન્વેયર બેલ્ટ જેવી કામગીરી કરે છે. ઈંગ્લેન્ડમાં દર વર્ષે આશરે ૫૦૦,૦૦૦ લોકોનું હોસ્પિટલમાં મોત થાય છે. ત્યારે ડીમેન્શીઆ અને હૃદયરોગ જેવી સ્થિતિથી પીડાતા પેશન્ટ્સની સારવારના નબળાં ધોરણો અંગે સમીક્ષાની જાહેરાત કરાઈ છે.
કમિશને જાહેર કર્યું છે કે નવેમ્બર ૨૦૧૩થી તપાસાયેલી ૧૦૫માંથી ૫૦ હોસ્પિટલોમાં દર્દીઓની સલામતી વિશે ભારે ટીકા કરાઈ છે. આ હોસ્પિટલોમાં મૃત્યુના આરે પહોંચેલા પેશન્ટ્સ નુકસાન અથવા અનાવશ્યક યાતનાનું જોખમ ધરાવે છે. કેર હોમ્સમાં રહેતા મોટા ભાગના લોકો ગરીબ હોય છે.