લંડનઃ વેસ્ટ લંડનના ફેલ્ટહામમાં વ્યવસાયે નર્સ લોરેટ્ટા આલ્વારેઝને કાર્ડબોર્ડ એન્વેલપ કચરાપેટીની બહાર ફેંકવા માટે હૌન્સલો કાઉન્સિલ દ્વારા 1000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. લોરેટ્ટાએ જણાવ્યું હતું કે, મારા ફ્લેટની બહાર આવેલ કચરાપેટીઓ સંપુર્ણપણે ભરાયેલી હતી તેથી મેં એન્વેલપને કચરાની ઉપર જ નાખ્યું હતું. કાઉન્સિલે લોરેટ્ટા પેનલ્ટી ન ભરે તો કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી છે. લોરેટ્ટાએ જણાવ્યું હતું કે, હું ક્યારેય ઇરાદાપુર્વક કચરો બહાર ફેંકતી નથી. હું મારા કાઉન્સિલ ટેક્સ, બિલ અને મકાનભાડું નિયમિત ભરું છું.

