હૌન્સલોમાં પોસ્ટ ઓફિસમાં લૂટ, રાજવિન્દર કાહલોનની ધરપકડ

Tuesday 09th April 2024 12:01 EDT
 

લંડનઃ 1 એપ્રિલના રોજ હૌન્સલોના બ્રાબાઝોન રોડ પર આવેલી પોસ્ટ ઓફિસમાં લૂટ ચલાવવાના આરોપસર પોલીસે ભારતીય મૂળના રાજવિન્દર કાહલોનની ધરપકડ કરી હતી. સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે રાજવિન્દર પર શસ્ત્ર રાખવા અને પોસ્ટ ઓફિસના સ્ટાફને ધમકી આપી મોટી રકમની લૂટ ચલાવવાના આરોપ મૂકાયા છે. 1 એપ્રિલે સાંજે 6 કલાકે આ ઘટના બન્યા બાદ ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી અને 4 એપ્રિલના રોજ રાજવિન્દરને તેના નિવાસસ્થાન ખાતેથી ઝડપી લીધો હતો. તેને એક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter