હ્યુ ગ્રાન્ટે પ્રીતિ પટેલને બ્રિટિશ ઇતિહાસના સૌથી બદતર હોમ સેક્રેટરી ગણાવ્યા

અભિનેતા ગ્રાન્ટ પ્રારંભથી જ ટોરી સરકારની નીતિઓના ટીકાકાર રહ્યા છે

Wednesday 27th July 2022 06:30 EDT
 
 

લંડન

અભિનેતા હ્યુ ગ્રાન્ટે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને બ્રિટિશ ઇતિહાસના સૌથી બદતર હોમ સેક્રેટરી ગણાવ્યા છે. વર્ષ 2019થી બ્રિટનના હોમ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા પ્રીતિ પટેલ સામે નારાજગી વ્યક્ત કરવા ગ્રાન્ટે સોશિયલ મીડિયાનો સહારો લેતાં હિથ્રો એરપોર્ટ પર ઇમિગ્રેશન માટેની લાંબી કતારોની તસવીર પોસ્ટ કરી હતી. ગ્રાન્ટે ઇમિગ્રેશન માટેની લાંબી કતારોને અમાનવીય ગણાવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીર પરના સવાલમાં ગ્રાન્ટે જણાવ્યું હતું કે, આ બ્રિટનમાં આવતા લોકો પર નિયંત્રણ લગાવવાની કતાર છે જે હોમ ઓફિસના કર્મચારીઓ દ્વારા તૈયાર કરાઇ છે. ગ્રાન્ટ લાંબા સમયથી વર્તમાન બ્રિટિશ સરકારના ટીકાકાર રહ્યા છે. જૂનના પ્રારંભમાં બોરિસ જ્હોન્સનના રાજીનામા અંગેના પ્રસારણમાં બેની હિલ થીમ મ્યુઝિક સામેલ કરવામાં ગ્રાન્ટ જવાબદાર હોવાનું મનાય છે.  વેસ્ટમિન્સટરમાં હાઉસ ઓફ કોમન્સની બહાર સંગીતના માધ્યમથી વિરોધ પ્રદર્શન કરનાર રાજકિય એક્ટિવિસ્ટ સ્ટીવ બ્રેને ગ્રાન્ટે ટ્વીટ દ્વારા સંદેશો આપ્યા બાદ આમ થયું હતું. જાન્યુઆરીમાં ગ્રાન્ટે બીબીસીને ભંડોળ પૂરું પાડતી લાયસન્સ ફી રદ કરી નાખવાની યોજનાની પણ ગ્રાન્ટે આકરી ટીકા કરી રાજકિય નેતાઓ પર બીબીસીને બરબાદ કરવાનો આરોપ મૂક્યો હતો. ફેબ્રુઆરીમાં તેમણે બોરિસ જ્હોન્સન વિરોધી રેલીને સમર્થન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter