૧૧ દેશ ટ્રાવેલ રેડ લિસ્ટમાંથી દૂર

Wednesday 22nd December 2021 05:12 EST
 

લંડનઃ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કોરોના વાઈરસ ટ્રાવેલ રેડ લિસ્ટમાં રખાયેલા તમામ ૧૧ દેશને બુધવારથી યાદીમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. હેલ્થ સેક્રેટરીએ કહ્યું હતું કે યુકે અને વિશ્વમાં જે રીતે ઓમિક્રોન પ્રસરી રહ્યો છે તેને જોતાં વિદેશમાંથી ઓમિક્રોનના આક્રમણને ધીમું પાડવામાં રેડ લિસ્ટની અસરકારકતા રહી નથી. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ નિયમોની ફરી સમીક્ષા કરવામાં આવનાર છે.

જાવિદે કોમન્સ સમક્ષ જણાવ્યું હતું કે આપણે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કામચલાઉ ટેસ્ટિંગ પગલાં જાળવી રાખીશું. ઓમિક્રોન વેરિએન્ટની ઓળખ પછી નવેમ્બરમાં જ એંગોલા, બોટ્સવાના, એસ્વાટિની, લિસોથો, માલાવી, મોઝામ્બક, નામિબિયા, નાઈજિરિયા, સાઉથ આફ્રિકા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેને રેડ ટ્રાવેલ લિસ્ટમાં મૂકાયા હતા. હાલ રેડ લિસ્ટ દેશોમાંથી આવનારા તમામ પ્રવાસીએ સરકારી આદેશ હેઠળની હોટેલ્સમાં ૧૦ દિવસ માટે તેમજ નેગેટિવ PCR રિઝલ્ટ ન આવે ત્યાં સુધી સેલ્ફ-આઈસોલેશનમાં રહેવું પડે છે. અગાઉ, રેડ લિસ્ટમાં મૂકાયેલા સાઉથ આફ્રિકા સહિતના દેશોએ આ પગલાં સામે પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીએ પણ ચેતવણી આપી હતી કે આ નિયંત્રણો સેક્ટર માટે મુશ્કેલી સર્જી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter