લંડનઃ બ્રિટિશ ભારતીય બાળકો અકલ્પનીય લક્ષ્યાંકો હાંસલ કરવાની કુદરતી શક્તિઓ ધરાવે છે. બુદ્ધિશાળી બાળકોની વાત કરીએ ત્યારે ભારતીય બાળકો સૌપ્રથમ ધ્યાને આવે છે. ૧૧ વર્ષીય સાન્યા આવી જ પ્રતિભાશાળી મૂળ ભારતીય છે, જેણે મેન્સાના બન્ને ટેસ્ટમાં ઊંચો સ્કોર (Cattell III B Scale- 162 and Culture Fair Scale- 142) હાંસલ કર્યો છે. સાન્યાએ તેના કી સ્ટેજ ૨ SATમાં ઈંગ્લિશ અને મેથેમેટિક્સમાં લેવલ-૬ મેળવ્યું છે. તે સીનિયર સ્કૂલમાં પણ અભૂતપૂર્વ પ્રદર્શન કરી રહી છે.
અભ્યાસમાં તેજસ્વી હોવાની સાથોસાથ સાન્યાને સંગીત પ્રત્યે પણ લગાવ છે. આ ઉપરાંત, વાંચન, રોબોટિક્સ અને ચેસ રમવામાં પણ તેને ભારે રસ છે. પુત્રી માટે ગર્વ અનુભવતી માતા સુનિતા વર્મા કહે છે કે,‘અમારા માટે આ ગર્વની પળ છે અને મને લાગે છે કે આવા અદ્ભૂત લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સતત પ્રોત્સાહન અને ટેકો આપનારા સમુદાય માટે પણ ગર્વની જ પળ હશે તેમ હું માનું છું.’


