લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે ૧૫૦ બિલિયન પાઉન્ડની ખર્ચની કરેલી લહાણીમાં શરાબની ડ્યૂટીમાં ધરખમ ઘટાડો કર્યો છે જે ૧૪૦ વર્ષમાં સૌથી મોટો ફેરફાર છે. સુનાકે બજેટમાં નવી ડ્રોટ રીલિફ પોલિસી જાહેર કરી ડ્રિન્કર્સને ખુશખુશાલ કરી દીધા છે. તેમણે એલ અને પ્રોસેક્કોની કિંમતો ઘટાડી દીધી હતી. બજેટ જાહેર કરાયા પછી વેસ્ટમિન્સ્ટરમાં ‘wo Chairmen’ની બહાર ડ્રિન્કર્સના ખુશખુશાલ ટોળાંએ સુનાકને ઘેરી લઈ આનંદ વ્યક્ત કર્યો હતો.
ચાન્સેલર સુનાકે જણાવ્યું હતું કે નવી ડ્રોટ રીલિફ પોલિસીમાં બિયર અને સિડારની ડ્યૂટીમાં પાંચ ટકાનો ઘટાડો થશે. તેમણે કહ્યું હતું કે ગત ૧૪૦ વર્ષમાં આલ્કોહોલ ડ્યૂટીઝમાં સરળ અને ધરમૂળ પરિવર્તન લવાયું છે. બિયર પરની ડ્યૂટીમાં ૫૦ વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે જ્યારે સિડાર પરની ડ્યૂટીમાં ૧૯૨૩ પછી સૌથી મોટો કાપ મૂકાયો છે. બિયર અને શેમ્પેન સસ્તા થશે પરંતુ, અન્ય વાઈન્સ મોંઘા જ રહેશે.


