૧૫ વર્ષના ટીનેજરે જળમાર્ગે બ્રિટનની પ્રદક્ષિણા કરી

Sunday 18th October 2020 06:42 EDT
 
 

એલ્સબરીનો ૧૫ વર્ષીય ટીમોથી લોંગ અત્યાર સુધી કોઇ પણ બ્રિટિશ ટીનેજરની જેમ એક સામાન્ય કિશોર જ હતો. જોકે, હવે દુનિયા તેને એક અસામાન્ય પ્રતિભાશાળી ટીનેજર તરીકે નિહાળી રહી છે. ટિમોથી બ્રિટનની સમુદ્રમાર્ગે પ્રદક્ષિણા કરનારો વિશ્વનો સૌથી નાની વયનો સેઇલર - ખલાસી બની ગયો છે. આ માટે તેણે એક હંટર બોટમાં સવાર થઇને સળંગ ૧૧ અઠવાડિયાં સુધી ૨,૫૭૪ કિમીનો અત્યંત જોખમી સમુદ્વ પ્રવાસ કર્યો. લક્ષ્ય પૂરું કરવું ટિમોથી રોજના ઓછામાં ઓછા ૮૦ કિમીનો પ્રવાસ કરતો અને માંડ વીસેક મિનિટની જ ઊંઘ લેતો. મહત્ત્વની વાત એ છે કે, આ સાહસ ખેડવાનો તેનો હેતુ એલન મેકઆર્થર કેન્સર ટ્રસ્ટ માટે ભંડોળ ભેગું કરવાનો હતો. આ યાત્રા પછી તેને ૭૦૦૦  ડોલરનું દાન મળ્યું છે, અને દાનની સરવાણી હજુ વહી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter