તેઓ આઈએસઆઈએસ, સીરિયા, ત્રાસવાદ, શૈક્ષણિક સુધારા, NHS ભંડોળની કટોકટીથી માંડી વેલ્ફેર બેનિફિટ્સ સુધીના વિવિધ વિષયોની ઘટનાઓ સંબંધે ઝીણવટપૂર્ક સમજાવીને વાચકોને વર્તમાન વિશ્વમાં ફેલાયેલાં મુદ્દાઓ પરત્વે ઊંડાણથી વિચાર કરવા પ્રેરે છે.
માનવજાતિ ઈતિહાસથી સતત જોડાયેલી છે અને પૂર્વ ઘટનાઓ દરએકના જીવનની બહુલતાને અસર કરે છે. પુસ્તકમાં આવરી લેવાયેલી ૧૭ વર્ષની ઘટનાઓનું વિશ્લેષણ અનુભવો, અનુભવદત્ત ડહાપણ અને તાર્કિક નિર્ણયોથી તાવીને કરવામાં આવ્યું છે.
આંખ ઉઘાડનારા, સુક્ષ્મ સુઝ અને સહેલાઈથી સમજી શકાય તેવા પુસ્તક ‘Letters to the Editor’ માં વિશ્વમાં નાની કેકનો મોટો હિસ્સો હાંસલ કરવા દરએક લોકો બાખડી રહ્યાં છે ત્યારે અસમાનતા વધે નહિ અને તબક્કાવાર ઘટે તે માટે નીતિઓ ક્યારે, શા માટે, કેવી રીતે, ક્યાં અને કયા માર્ગે ઘડાવી જોઈએ તે કહેવાયું છે.
નગીનદાસ ખજુરીઆ ઓઈલ ઈન્ડસ્ટ્રી, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને રાજદ્વારી મિશનોમાં ચાર ખંડોમાં પાંચ દાયકાથી વધુના અનુભવી બિઝનેસમેન છે. તેઓ પત્ની સાથે લંડનમાં વસે છે અને પરિવારમાં બે સંતાન અને ચાર ગ્રાન્ડચિલ્ડ્રન છે. ભારતીય માતાપિતાના સંતાન નગીનદાસનો જન્મ અને અભ્યાસ સુદાનમાં થયો હતો. યુકેમાં ચાર્ટર્ડ સર્ટિફાઈડ એકાઉન્ટન્ટ ખજુરીઆને ખાર્ટુમ, સુદાનમાં યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ખાતે નોંધપાત્ર સેવા બદલ સન્માન અપાયું હતું.
તેમણે ૧૨ વર્ષ સુધી લંડન, લાઈબરવિલે અને ટ્રિપોલીમાં નેશનલ અને મલ્ટિનેશનલ ઓઈલ અને ગેસ કંપનીઓમાં ફાઈનાન્સ અને ટેક્સ વિભાગોમાં કાર્ય કર્યું હતું. તેમણે પોતાની પ્રોફેશનલ એકાઉન્ટન્સી પ્રેક્ટિસ સ્થાપી નાના અને મધ્યમ સ્તરના પારિવારિક બિઝનેસીસને માર્ગદર્શન આપ્યું હતું.
હાર્ડકવર- ISBN 9781496991300 અથવા સોફ્ટકવર- ISBN 9781496991263
આ પુસ્તક એમેઝોન તથા બાર્નેસ એન્ડ નોબેલ ખાતે પ્રાપ્ય છે.