૨૦ ટકા પોસ્ટ ઓફિસ બંધ થવાના આરે

Wednesday 24th April 2019 03:20 EDT
 
 

લંડનઃ આગામી ૧૨ મહિનામાં દર પાંચમાંથી એક કરતાં વધુ પોસ્ટ ઓફિસ બંધ થવાની શક્યતા છે. સેલ્ફ એમ્પ્લોઈડ પોસ્ટ માસ્ટર્સ વેતનમાં અને ગ્રાહકોની માંગમાં ઘટાડાને લીધે ભરણપોષણ માટે સંઘર્ષ કરી રહ્યા હોવાનું સર્વેમાં જણાયું હતું.

નેશનલ ફેડરેશન ઓફ સબ પોસ્ટમાસ્ટર્સ દ્વારા પોસ્ટ ઓફિસોના ૧,૦૦૦ કર્મચારીઓના સર્વેમાં જણાયું હતું કે ૨૨ ટકા જેટલાં કર્મચારીઓ આગામી ૧૨ મહિનામાં પોસ્ટ ઓફિસ બંધ કરવા, બિઝનેસ ઘટાડવા માગતા હતા કારણ કે તેમને રજા પણ મળતી નથી અને ખર્ચને પહોંચી વળવા માટે તેમને એક્સ્ટ્રા જોબ કરવી પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter