લંડનઃ હવે લોકો પીડા સહન કરવાના બદલે પેઈનકિલર લઈ લેવાનું વધુ પસંદ કરે છે. જોકે, શરીર પર આની ખરાબ કે આડઅસર થતી હોવાં વિશે લોકો અજાણ હોય છે. બ્રિટનમાં આ ભારે સમસ્યા બની છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જારી કરાયેલાં નવા આંકડા અનુસાર બ્રિટનમાં આશરે ૨૦ લાખ લોકો પેઈનકિલરને દુરુપયોગ કરે છે. લોકો આપમેળે જ પીડાશામક દવાઓ લેતાં રહે છે.
અગાઉ ન્યુરોલોજિસ્ટ્સ દ્વારા કહેવાયું જ છે કે, કારણ વિના આડેધડ લેવાતી પેઈનકિલર દવાઓ જ પ્રૌઢ તેમ જ નબળાં યુવાન લોકોમાં મોતનું કારણ બને છે. તેના કારણે લોકોને દવાઓનું બંધાણ પણ થાય છે અને સમયાંતરે તેનો ઓવરડોઝ લેવાતો થઈ જાય છે.