લંડનઃ કોરોના વાઈરસ મહામારીનો આરંભ થયા પછી બ્રિટનમાં ઓછું વેતન મેળવતાં લોકોને સૌથી વધુ નાણાકીય નુકસાન સહન કરવાનું આવ્યું છે. યુકેમાં લઘુતમ વેતનથી પણ ઓછી કમાણી કરતા લોકોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો હતો. બે મિલિયનથી વધુ લોકોને લઘુતમ વેતનથી પણ ઓછું મહેનતાણું ચૂકવાયું હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડામાં જણાવાયું છે.
ONSના જણાવ્યા અનુસાર એપ્રિલ ૨૦૨૦માં ૧૬ કે તેથી વધુ વયના કામદારોને કાનૂની લઘુતમ વેતનથી પણ ઓછું મહેનતાણુ ચૂકવતી ૨,૦૪૩,૦૦૦ નોકરીઓ હતી, જે એક વર્ષ અગાઉની ૪૦૯,૦૦૦ નોકરીની સરખામણીએ ચાર ગણી વધુ હતી. પ્રથમ લોકડાઊનના ગાળામાં સમાજના સૌથી ગરીબ વર્ગને નાણાકીય નુકસાનના સ્તરને ઉજાગર કરતા રિપોર્ટમાં જણાવાયું હતું કે સૌથી ઓછી ચૂકવણી કરતી નોકરીઓને ઓછા પગાર સાથે ફર્લો કરવામાં આવે તેની શક્યતા પાંચ ગણાથી વધુ રહે છે. સરકારી એજન્સીએ લઘુતમ વેતનનો અમલ નહિ કરવામાં ભારે વધારાની નોંધ લીધી ન હતી કારણકે નવા વેતન એપ્રિલમાં લાગુ કરાયા ત્યારે મોટા ભાગના વર્કર્સ ફર્લો પર હતા. ૨૫ વર્ષથી વધુ વયના કર્મચારી માટે મુખ્ય રાષ્ટ્રીય લઘુતમ વેતન પ્રતિ કલાક ૮.૭૨ પાઉન્ડ થયો હતો.
ONS મુજબ તળિયાની અડધાથી વધુ નોકરીઓમાં ૧૦મા ભાગના કર્મચારીઓ તેમના વેતનમાં વધારા વિના જ ફર્લો કરી દેવાયા હતા. ઓછું વેતન ચૂકવાતા કર્મચારીઓ પર અસરનું પ્રમાણ વધારે હોવા છતાં ફર્લો સ્કીમે વધુ નુકસાન થતા બચાવ્યું હતું. વાસ્તવિક કામ કરાયેલા કલાકોની સંખ્યા ૨૦ ટકા નીચે જવાં છતાં, તમામ સેક્ટર્સમાં વેતન ચૂકવાયેલા કલાકોની સંખ્યા ૨૦૧૯ની સરખામણીએ ૧.૫ ટકા ઘટી હતી