૨૦૧૮માં અસ્થમાથી ૧,૪૦૦થી વધુના મોત

Wednesday 14th August 2019 02:42 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્શમાં ૨૦૧૮માં અસ્થમાથી મૃત્યુની સંખ્યા છેલ્લાં એક દાયકા કરતાં વધુ સમયમાં સૌથી વધુ નોંધાયાનું સત્તાવાર આંકડામાં જણાવાયું હતું. અસ્થમાના હુમલાને લીધે ૨૦૧૮માં ૧,૪૦૦થી વધુ વયસ્કો અને બાળકોનું મૃત્યુ થયું હતું. ચેરિટી અસ્થમા યુકે દ્વારા જણાવાયું હતું કે ઈન્હેલર ચેક્સ જેવી પાયાની સંભાળના અભાવે ઘણાં લોકોની જીંદગીનો અકાળે અંત આવે છે.

અગ્રણી ડોક્ટરોએ જણાવ્યું હતું કે તબીબી પ્રેક્ટિસમાં વધુ સ્ટાફની જરૂર છે, જેથી અન્ય ડોક્ટરો અસ્થમાના દર્દીઓને વધુ સમય આપી શકે. બાળપણમાં થતા અસ્થમાને વાયુ પ્રદૂષણ સાથે સંબંધ હોવાના સંશોધન બાદ એનએચએસ દ્વારા જણાવાયું હતું કે તે એકલા આ સમસ્યાને ઉકેલી શકે નહિ. ઈંગ્લેન્ડ અને વેલ્શમાં લગભગ પાંચ મિલિયન લોકો અસ્થમાથી પીડાય છે. છેલ્લાં દસ વર્ષમાં ૧૨,૭૦૦થી વધુ લોકોનું અસ્થમાને લીધે મૃત્યુ થયું હતું. તેમાં હળવા અસ્થમાથી પીડાતા કેમ્બ્રીજશાયરના આઠ વર્ષના બેલીનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter