૨૦૧૯ના આગમને ક્વીનના ઓનર લિસ્ટમાં ૬૦ એશિયનોને સ્થાન

Thursday 03rd January 2019 05:29 EST
 
 

લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા સન્માનિત કરાનારા વર્ષ ૨૦૧૯ના ન્યૂ યર ઓનર્સ લિસ્ટની જાહેરાત કરી દેવાઈ છે, જેમાં ચેરિટી, બિઝનેસ, મનોરંજન, સ્પોર્ટ્સ અને કળા સહિત વિવિધ ક્ષેત્રોની ૧,૧૪૮ વ્યક્તિને સન્માનિત કરવામાં આવી છે. યુકેની એશિયન કોમ્યુનિટીએ ન્યૂ યર ઓનર્સ લિસ્ટની જાહેરાતની ઉજવણી સાથે વર્ષ ૨૦૧૯ના આગમનને વધાવી લીધું છે. આ યાદીમાં આશરે ૬૦ એશિયનોને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ કદર કરવામાં આવી છે. કુલ સન્માનિત વ્યક્તિઓના ૧૨ ટકા BAME (અશ્વેત એશિયન લઘુમતી અને વંશીય) પશ્ચાદભૂ ધરાવે છે, જે તાજેતરના જ ક્વીન્સ બર્થડે ઓનર્સ લિસ્ટમાં ૧૦ ટકા પ્રતિનિધિત્વથી વધુ છે.
BEM, MBE અને OBE સહિત વિવિધ કેટેગરીમાંથી એવોર્ડ માટે પસંદ કરાયેલા ૭૦ ટકા લોકો કોમ્યુનિટીઓને સમૃદ્ધ બનાવવા સ્વૈચ્છિક અથવા સવેતન સેવા આપનારા છે. ૨૦ નાઈટ્સ અને નવ ડેમ્સમાંથી જયને-એન ગઢિયા CBE એકમાત્ર એશિયન મહિલા છે. વર્જિન મનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જયને-એન વર્કિંગ ક્લાસ પરિવારમાંથી આવે છે અને એકાઉન્ટન્ટ અશોક ગઢિયા સાથે તેમણે લગ્ન કર્યાં છે. અશોક ગઢિયાએ તેમની પુત્રીના ઉછેરમાં ધ્યાન આપવા પોતાની કારકીર્દિનો ત્યાગ કર્યો છે.
ઓનર્સ લિસ્ટમાં સામેલ નામાંકિત એશિયન અને બ્રિટિશ-ભારતીય મહાનુભાવોમાં ડો. વિનોદ કપાસી, એન્ટ્રેપ્રીન્યોર ડો. વિજયકુમાર છોટાભાઈ કાલિદાસ પટેલ, અજય ગુડકા, પ્રોફેસર જોનાથન વલભજી, ડો. પ્રોફેસર દલજિતસિંહ વિર્ક, રાજિન્દરસિંહ બાજવે, સુજાતા બેનરજી, પરમદીપસિંહ ભાટીઆ, ગોપાલ કૃષ્ણા ગુપ્તા, ભગવતી પરમાર, ઈશ્વર પટેલ, પીનાકિન ઈશ્વરલાલ પટેલ, પ્રતાપ પવાર, ફીઝા વાઈદ, જશુ વેકરિયા, ડો. જગબીર ઝુટ્ટી-જોહલ, રિફાત મલિક, ગુરિન્દરસિંહ જોસાન, ડો. શ્રીદેવી કાલિડિન્દી (શ્રીદેવી વેગાસના), નેટફ્લિક્સની મોગલી ફિલ્મ માટે સંગીત આપનારા નીતિન સહાની, મુસ્તફા સુલેમાન, જગદેવસિંહ માવી, લલિત મોહન નાગપાલ JP અને શબનમ સાબીર મુખ્ય છે.
સન્માન મેળવનારામાં ૨૦૧૭ના લંડન અને માન્ચેસ્ટર ત્રાસવાદી હુમલા સામે ત્વરિત કામગીરી બજાવનારી ૪૩ વ્યક્તિ ઉપરાંત, થાઈલેન્ડની પુરગ્રસ્ત ગુફામાં ફસાયેલી યુવા ફૂટબોલ ટીમને બચાવવામાં મદદ કરનારા ત્રણ બહાદુર બ્રિટિશ ડાઈવર્સનો પણ સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના કેપ્ટન હેરી કાન, નેશનલ ફૂટબોલ ટીમ મેનેજર ગેરેથ સાઉથગેટ, ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક, ટુર દ ફ્રાન્સ ચેમ્પિયન ગેરેઈન્ટ થોમસ, ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલાન, બેસ્ટ સેલિંગ લેખક ફિલિપ પુલમાનનો પણ સન્માનિતોમાં સમાવેશ થયો છે.

DBE

• જયને-એન ગઢિયા CBEઃ વર્જિન મનીના ચીફ એક્ઝિ. ઓફિસર. ફાઈનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રમાં તેમજ ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની સેવા.

OBE

• રુબી ખાલિદ ભટ્ટીઃ યુવા વર્ગ અને હાઉસિંગ ક્ષેત્રની સેવા (Bradford, West Yorkshire) • ડો. જગબીર ઝુટ્ટી-જોહલઃ યુનિ. ઓફ બર્મિંગહામમાં શીખ સ્ટડીઝના સીનિયર લેક્ચરર. ઉચ્ચ શિક્ષણ, ધાર્મિક કોમ્યુનિટીઓ અને વોલન્ટરી સેક્ટરની સેવા. (West Bridgford, Nottinghamshire) • ડો. વિનોદ કપાસીઃ જૈન ધર્મની સેવા. (Harrow, Middlesex) • આબીદ કરમાલીઃ બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચમાં ક્લાઈમેટ ફાઈનાન્સના મેનેજિંગ ડિરેક્ટર. ઈન્ટરનેશનલ ક્લાઈમેટ ચેન્જ અને સસ્ટેનેબલ ફાઈનાન્સ ક્ષેત્રની સેવા. (London)
• સુપ્રિ. ઉમેર ખાનઃ ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ. પોલિસીંગ અને સામાજિક સુમેળના ક્ષેત્રે સેવા (Greater Manchester) • નાસર મહમૂદઃ બ્રિટિશ મુસ્લિમ હેરિટેજ સેન્ટરના અધ્યક્ષ. માન્ચેસ્ટરમાં સામાજિક સંબંધોના ક્ષેત્રની સેવા. (Altrincham, Cheshire) • ઈમામ મોહમ્મદ હાસન યુસુફ મહમૂદઃ લંડનની કોમ્યુનિટીની સેવા. (London) • આમેર નઈમઃ ચીફ એક્ઝિ. ઓફિસર, પેની અપીલ. મુસ્લિમ કોમ્યુનિટીના વિકાસની સેવા. (Manchester, Greater Manchester) • ડો. વિજયકુમાર છોટાભાઈ કાલિદાસ પટેલઃ ચીફ એક્ઝિ. ઓફિસર, વેમેઈડ ફાર્માસ્યુટિકલ્સ. બિઝનેસ અને પરોપકાર ક્ષેત્રની સેવા. (Ingatestone, Essex) • ડો. મલિક જોનાથન રામધનઃ બાર્ટ્સ હેલ્થ NHS ટ્રસ્ટમાં કન્સલ્ટન્ટ અને ઈમર્જન્સી નકેરના ડિવિઝનલ ડાયરેક્ટર. હેલ્થકેર ક્ષેત્રની સેવા. (London) • સુખજીવ સંધુઃ Audeliss and INvolve.ના સ્થાપક અને ચીફ એક્ઝિ. ઓફિસર. બિઝનેસ વૈવિધ્યતા ક્ષેત્રની સેવા. (London) • શાહેદ સલીમ તારિકઃ લીડ્ઝ સિટી કાઉન્સિલમાં ચિલ્ડ્રન એન્ડ ફેમિલીઝના ડેપ્યુટી ડાયરેક્ટર. લીડ્ઝમાં બાળસેવા ક્ષેત્રની સેવા. (Leeds, West Yorkshire)
• પ્રોફેસર જોનાથન વલભજીઃ NHS ઈંગ્લેન્ડના નેશનલ ક્લિનિકલ ડાયરેક્ટર તેમજ ઈમ્પિરિયલ કોલેજ હેલ્થકેર NHS ટ્રસ્ટમાં કન્સલ્ટન્ટ ડાયાબીટોલોજિસ્ટ. ડાયાબીટિસ અને ઓબેસિટી કેર ક્ષેત્રની સેવા. (Ruislip, Middlesex) • ડો. પ્રોફેસર દલજિતસિંહ વિર્કઃ બેન્ગોર યુનિવર્સિટી, વેલ્સના સીનિયર રિસર્ચ ફેલો. ટેકલિંગ પોવર્ટી એબ્રોડ તેમજ ડર્બીમાં શિક્ષણક્ષેત્રની સેવા. (Littleover, Derbyshire)

MBE

• અજય ગુડકાઃ ભારતના ગુજરાતમાં ચેરિટી અને કોમ્યુનિટી ક્ષેત્રની સેવા • જમશેદ અહમદઃ ઈમિગ્રેશન ઓફિસર, લંડન અને સાઉથ, હોમ ઓફિસ, કાનૂન અને વ્યવસ્થા ક્ષેત્રની સેવા. (Middlesex)
• ફતેહા અહમદઃ વેલ્સમાં વિવિધ કોમ્યુનિટીઓની સેવા. (Cardiff) • રિઆઝ આલ્ડિનાઃ લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપમાં ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન્સ બિઝનેસ રિસ્કના વડા. સ્મોલ બિઝનેસ બેન્કિંગ ક્ષેત્રની સેવા. (Rickmansworth, Hertfordshire) • સઈદ અટ્ચાઃ ગ્રેટર માન્ચેસ્ટરમાં યુવાન લોકો અને કોમ્યુનિટીની સેવા. (Bolton, Greater Manchester) • રાજિન્દરસિંહ બાજવેઃ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીની સેવા તેમજ ગ્લાસગોમાં ચેરિટી ક્ષેત્રની સેવા. (Dunbartonshire) • સુજાતા બેનરજીઃ નૃત્યક્ષેત્રની સેવા. (London) • પરમદીપસિંહ ભાટીઆઃ લઘુમતી કોમ્યુનિટીઓને વોલન્ટરી સેવા માટે. (Truro, Cornwall) • સબ્રીના બાનુઃ બાર્કલેઝમાં રીલેશનશિપ સપોર્ટ મેનેજર. બેન્કિંગ સેક્ટરમાં ગ્રાહક સંબંધોના ક્ષેત્રની સેવા. (London) • અબુલ કલામ આઝાદ ચૌધરીઃ આઝાદ ચૌધરી એકેડેમી એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના સ્થાપક. બાંગલાદેશમાં શિક્ષણક્ષેત્રની સેવા. (Birmingham, West Midlands) • તારિક મહમૂદ દારઃ બ્રેન્ટ, લંડનમાં ચેરિટી અને કોમ્યુનિટીની સેવા. (London) • ડો. સરોજ દુગ્ગલઃ એશિયન અને વંશીય લઘુમતી મહિલાઓની સેવા. (Tipton, West Midlands • મહમૂદા ડ્યૂક, DLઃ મૂસા-ડ્યૂક સોલિસિટર્સના સ્થાપક અને ચીફ એક્ઝિ. ઓફિસર. કાનૂની વ્યવસાયની સેવા તેમજ મહિલા ઉદ્યોગસાહિકતાને ઉત્તેજન. (Leicestershire) • રોઝી કૌર ગિન્ડેઃ મિસ મેકારુન કોમ્યુનિટી ઈન્ટરેસ્ટ કંપનીના સ્થાપક અને ડાયરેક્ટર. બર્મિંગહામમાં કોમ્યુનિટીની સેવા. (Birmingham, West Midlands) • રિચાર્ડ લીઓન ગિલઃ પૂર્વ પોલીસ ઓફિસર, બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ. પોલીસીંગ ક્ષેત્રની સેવા. (Leighton Buzzard, Bedfordshire) • ગોપાલ કૃષ્ણા ગુપ્તાઃ ગુપ્તા એન્ડ પાર્ટનર્સ અને ગુપ્તા ગ્રૂપના સ્થાપક અને સોલિસીટર. બ્રિટિશ બિઝનેસ અને પરોપકાર ક્ષેત્રની સેવા. (Moor Park, Hertfordshire) • ઝફર ઈકબાલ હકઃ જાહેર અને રાજકીય ક્ષેત્રની સેવા. (Oadby, Leicestershire) • મોનોજહા પોલી ઈસ્લામઃ ચેરિટી ક્ષેત્ર તેમજ યુકેમાં બાંગલાદેશી કોમ્યુનિટીની સેવા. (Bedfordshire) • નિશા સુજાતા કટોનાઃ મોગલી સ્ટ્રીટ ફૂડ ગ્રૂપ લિમિ.ના સ્થાપક અને ડાયરેક્ટર. ફૂડ ઈન્ડસ્ટ્રીની સેવા. (Wirral, Merseyside) • મનદીપ કૌરઃ આર્મ્ડ ફોર્સીસમાં શીખ ચેપ્લિન. આર્મ્ડ ફોર્સીસ પર્સોનેલ અને શીખ કોમ્યુનિટીની સેવા. (Birmingham, West Midlands) • મોહમ્મદ મુઆઝ ખાનઃ Eid Unwrappedના સ્થાપક અને પબ્લિક સર્વિસ યુથ ફાઉન્ડેશનના કન્વીનર. યુવાન લોકોની સેવા. (Manchester, Greater Manchester) • સુરિન્દરપાલસિંહ (ટોની) લિટઃ બ્રિટિશ-એશિયન કોમ્યુનિટીની સેવા. (Richmond, Surrey) • મુફ્તી હેલાલ મહમૂદઃ ઓલ્ધામમાં કોમ્યુનિટી કોહેશનને સેવા. (Oldham, Greater Manchester) • રિફાત મલિકઃ મુસ્લિમ મહિલાઓ અને ચેરિટી ક્ષેત્રની સેવા. (Leeds, West Yorkshire) • ભગવતી પરમારઃ માઈગ્રેશન પ્લાનિંગ કો-ઓર્ડિનેટર, HMRC. ચેરિટેબલ સેવાક્ષેત્ર. (Bolton, Greater Manchester) • ઈશ્વર પટેલઃ યુકે અને વિદેશમાં સખાવતી ક્ષેત્રે સેવા. (Wellingborough, Northamptonshire) • પીનાકિન ઈશ્વરલાલ પટેલઃ લંડન પ્રીવેન્ટ નેટવર્કમાં પ્રીવેન્ટ કો-ઓર્ડિનેટર અને અધ્યક્ષ. કોમ્યુનિટી સંવાદિતા અને કટ્ટરવાદિતાના અટકાવ ક્ષેત્રમાં સેવા. (Wisbech, Cambridgeshire) • પ્રતાપ પવારઃ ડાન્સર અને કોરીઓગ્રાફર. નૃત્ય સંસ્કૃતિ અને કોમ્યુનિટી સુમેળ ક્ષેત્રની સેવા. (Osterley, Middlesex) • મોહમ્મદ રિઝવાન અહમદ રફિકઃ ડાયવર્સિટી અને ઈન્ક્લુઝન મેનેજર, ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ, હોમ ઓફિસ અને સેન્ડવેલની કોમ્યુનિટીમાં સમાવિષ્ટતાને પ્રોત્સાહનની સેવા (West Midlands) • ફારશીદ રાઉફીઃ સ્ટેશન કમાન્ડર, કેમ્બ્રિજશાયરન ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ. ઈક્વલિટી અને ઈન્ક્લુઝન ક્ષેત્રનમી સેવા. (Peterborough, Cambridgeshire). • કુલજિત કૌર સાગુઃ હોમ ઓફિસ જેન્ડર ઈક્વલિટી નેટવર્કના અધ્યક્ષ. હોમ ઓફિસમાં ડાઈવર્સિટી અને સમાવિષ્ટતાને પ્રોત્સાહનની સેવા (Derbyshire) • વહિદા શફીઃ મહિલાઓ, યુવા વર્ગ, ઈન્ટરફેઈથ અને સામાજિક સુમેળની સેવા. (Bradford, West Yorkshire) • યુસુફ મહમૂદ તાઈઃ પબ્લિક સર્વિસ યુથ ફાઉન્ડેશન અને માન્ચેસ્ટર વિથ ધ હોમલેસના સહસ્થાપક. માન્ચેસ્ટરમાં યુવા વર્ગની સેવા. (Bolton, Greater Manchester) • બલરાજ ટંડનઃ સાઉથ લંડનમાં બિઝનેસ અને કોમ્યુનિટીની સેવા. (London) • ચંદ્રમોહન ત્રિખાઃ ડિસ્ટ્રિબ્યુશન પરફોર્મન્સ, SSEના પૂર્વ ડાયરેક્ટર. એનર્જી ઈન્ડસ્ટ્રીની સેવા. (Bracknell, Berkshire) • મામુન ઉર-રશિદઃ ગોવાન, ગ્લાસગોમાં બિઝનેસ અને કોમ્યુનિટીની સેવા. (Glasgow) • ફીઝા વાઈદઃ એક્ઝિ. ડાયરેક્ટર, મુસ્લિમ વિમેન્સ નેટવર્ક યુકે, મહિલા અધિકારક્ષેત્રે સેવા. (Birmingham, West Midlands) • જશુ વેકરિયાઃ ડેપ્યુટી હેડટીચર, અક્સેનડન મેનોર પ્રાઈમરી સ્કૂલ, પ્રાઈમરી એજ્યુકેશન ક્ષેત્રની સેવા. (London)

CBE

• ગુરિન્દરસિંહ જોસાનઃ રાજકીય ક્ષેત્રની સેવા. (Smethwick, West Midlands) • ડો. શ્રીદેવી કાલિડિન્દી (શ્રીદેવી વેગાસના)ઃ સાઉથ લંડન અને મૌડસ્લી NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કન્સલ્ટન્ટ સાઈકિયાટ્રિસ્ટ, રીહેબિલિટેશન સાઈકિઆસ્ટ્રી ક્ષેત્રની સેવા. • નીતિન સહાનીઃ મ્યુઝિશિયન અને કમ્પોઝર, લંડન, સંગીતક્ષેત્રની સેવા
• મુસ્તફા સુલેમાનઃ યુકે ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીની સેવા, લંડન

BEM

• જગદેવસિંહ માવીઃ વોલસાલ, વેસ્ટ મિડલેન્ડ્સમાં શીખ કોમ્યુનિટીની સેવા • લલિત મોહન નાગપાલ JPઃ નોર્થ લંડનમાં વૃદ્ધ લોકો અને એશિયન કોમ્યુનિટીની સેવા • શબનમ સાબીરઃ ઓક્સફર્ડ (ઓક્સફર્ડશાયર)માં ઘરવિહોણા લોકો અને યુવા વર્ગની સેવા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter