૨૨મીએ વર્લ્ડ કાર ફ્રી ડે નિમિત્તે TFL દ્વારા સૂચના

Wednesday 18th September 2019 08:14 EDT
 
 

આગામી ૨૨ સપ્ટેમ્બરે વર્લ્ડ કાર ફ્રી ડેની ઉજવણી માટે રિઈમેજિન નવો કાર્યક્રમ યોજાશે. લંડન સિટી, સાઉથવાર્ક અને ટાવર હેમ્લેટ્સના ૨૦ કિ.મીના ક્લોઝ્ડ અને રિસ્ટ્રિક્ટેડ રોડ પર લંડનની સૌથી મોટી ઉજવણી થશે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TFL) દ્વારા જણાવાયું હતું કે રોડ ક્લોઝર સવારે ૭થી સાંજે ૭ સુધી અમલમાં રહેશે.

TFL દ્વારા સૂચના અપાઈ છે કે તેની આસપાસના રસ્તાઓ પર વાહનોની ભીડ રહેશે અને નિર્ધારિત સ્થળે પહોંચવામાં વિલંબ થશે. સામાન્ય વાહનવ્યવહાર માટે ટાવર બ્રિજ અને લંડન બ્રિજ બંધ રહેશે. જોકે, લંડન બ્રિજ પર બસ સેવા ચાલુ રહેશે અને ઈમરજન્સી સેવાના વાહનો પણ ત્યાંથી પસાર થઈ શકશે. ટ્રાફિકના સંચાલન માટે તે દિવસે શોર્ટ નોટિસ પર નોર્થ તરફ જતો સાઉથવાર્ક બ્રિજ બંધ કરવાની જરૂર પડશે.

TFLદ્વારા જણાવાયું છે કે અતિ આવશ્યક ન હોય ત્યાં સુધી સેન્ટ્રલ લંડનમાં ડ્રાઈવિંગ કરવાનું ટાળવું. લંડનની યાત્રા દરમિયાન સેન્ટ્રલ લંડન જવાનું ટાળીને A406 અને A205 જેવા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો.

રિઈમેજિનના સ્થળે પહોંચવાનો શ્રેષ્ઠ ઉપાય ચાલીને, સાઈકલ દ્વારા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. લંડન બ્રિજ પરથી ઘણાં રૂટની બસો ચાલુ રહેશે અને ઉજવણીના સ્થળે ચાલતા પહોંચી શકાય તેવા સંખ્યાબંધ લંડન અંડરગ્રાઉન્ડ અને રેલ સ્ટેશનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter