FICCI અને યુકેમાં ભારતીય હાઈ કમિશનનું સંયુક્ત સાહસ techXchange યુકે અને યુરોપિયન માર્કેટમાં પોતાની કેડી કંડારવા માટે ભારતના મેચ્યોર સ્ટાર્ટ અપ્સને મદદરૂપ થાય તેવો મંચ છે. ૨૦૧૮માં શરૂ થયેલા આ પ્રોગ્રામમાં ૩૫ સ્ટાર્ટ અપ્સ, છ સફળ ગાથાઓ અને ૧૦૦થી વધુ મીટીંગો સાથે બે આવૃત્તિ જોવા મળી હતી. આગામી ૨૬થી ૩૦ ઓક્ટોબર સુધી યોજાનારો TechXchange૨૦૨૦ વર્ચ્યુઅલ કાર્યક્રમ હશે. જેમાં જુદા જુદા ક્ષેત્રોના ૨૦ મેચ્યોર ભારતીય સ્ટાર્ટઅપ્સને મદદ થશે.
અગાઉની બે આવૃત્તિ દરમિયાન આ પ્રોગ્રામને ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશન, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન વેસ્ટર્ન ઈન્ડિયા અને IIMA ખાતે CIIE, IAN (ઈન્ડિયન એન્જલ નેટવર્ક), ગુજરાત સરકાર, iNDEXTb જેવા કેટલાંક સહયોગીઓનું સમર્થન મળ્યું હતું.
૨૬મીએ સવારે ૧૧ વાગે (BST) યોજાનારા ઉદઘાટન કાર્યક્રમમાં યુકે ખાતેના ભારતીય હાઈ કમિશનર ગાયત્રી ઈસ્સાર કુમાર, FICCIના સેક્રેટરી જનરલ દિલીપ શિનોય, ઈન્ડિયા કો-ચેર TechXchange સુનિલ પારેખ, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ઈવેન્જલિસ્ટ એન્ડ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, FICCI હાજર રહેશે.
વધુ માહિતી માટે જુઓ https://www.techxchange.org.in