લંડનઃ યુકેમાં સૌથી ઓછું વેતન ધરાવતા લગભગ ૨૭૦,૦૦૦ જેટલા યુવા કામદારોને વેતનમાં ૧ ઓક્ટોબરથી વાર્ષિક £ ૪૫૦ના વધારાનો લાભ મળતો થયો છે. £૬.૯૫નો નવો નેશનલ મિનિમમ વેજ ખરેખર અત્યાર સુધીનો સૌથી વધારે છે. ગત એપ્રિલમાં ૨૫ અને તેથી વધુ વયના લોકો માટે £ ૭.૨૦નો નેશનલ લિવિંગ વેજ અમલી બન્યા બાદ નેશનલ મિનિમમ વેજમાં આ વધારો કરાયો છે.
૨૧-૨૪ વયજૂથના આ વર્કરોનું કલાક દીઠ વેતન ૨૫ પેન્સ વધીને £૬.૯૫ થશે. જે કામદારો એક વીકમાં ૩૫ કલાક કામ કરતા હશે તેમના વેતનમાં વાર્ષિક £ ૪૫૦નો વધારો થશે. વેતન દરમાં ૨૦૦૮થી અત્યાર સુધીનો આ સૌથી મોટો વધારો છે. ૧૮-૨૦ વયજૂથના ૨,૧૦,૦૦૦ જેટલા વર્કરોનું કલાક દીઠ વેતન ૨૫ પેન્સ વધીને £ ૫.૫૫, જ્યારે ૧૬-૧૭ વયજૂથના વર્કરોનું વેતન ૧૩ પેન્સ વધીને £૪ થશે. વર્કરોને નવા દર મુજબ વેતન મળે છે કે નહીં તે માટે પે સ્લીપ ચકાસવા જણાવાયું છે.
યુકેમાં રોજગારીનો હાલનો દર વિક્રમજનક ૭૪.૫ ટકા છે. જ્યારે બેરોજગારીનો દર ૧૦ વર્ષનો સૌથી નીચો દર ૪.૯ ટકા છે.


