૩૫ મિલિયન લોકોને ફ્લુની રસી અપાશે

Wednesday 21st July 2021 05:57 EDT
 

લંડનઃ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે શનિવારે ધોરણ ૧૧ સુધીના સેકન્ડરી સ્કૂલ વિદ્યાર્થીઓ સહિત ૩૫ મિલિયનથી વધુ લોકોને ફ્લુની વેક્સિન અપવા મુદ્દે જાહેરાત કરી હતી. સીઝનલ ફ્લુ વેક્સિન પ્રોગ્રામ સપ્ટેમ્બરથી આરંભ કરાશે અને યુકેના ઈતિહાસમાં વિક્રમજનક બની રહેશે.

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC) દ્વારા જણાવાયું હતું કે કોવિડકાળમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ વિદેશ પ્રવાસમાં ઘટાડા સહિતના પગલાંના કારણે ૨૦૨૦-૨૧માં વિશ્વભરમાં ફ્લુનું પ્રમાણ ધાર્યાં કરતાં ઓછું રહ્યું છે. જોકે, આ શિયાળામાં તેનું પ્રમાણ વધવાની શક્યતા છે.

DHSC, NHS ઈંગ્લેન્ડ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ તેમજ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયા મુજબ વેક્સિન પ્રોવાઈડર્સ સપ્ટેમ્બર મહિનાથી ૩૫ મિલિયનથી વધુ લોકોને વેક્સિન અપાશે જેમાં સૌપ્રથમ વખત ૧૧મા ધોરણ સુધીના સેકન્ડરી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ પણ કરાશે. મફત વેક્સિન માટે લાયક જૂથોમાં ૩૧ ઓગસ્ટે બેથી ત્રણ વર્ષનાં થતાં બાળકો, પ્રાઈમરી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ, ૫૦થી વધુ વયના લોકો, સગર્ભા સ્ત્રીઓ, અવેતન કેરર્સ, ફ્રન્ટલાઈન હેલ્થ અને એડલ્ટ સોશિયલ કેર સ્ટાફનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter