૩૫થી વધુની વયના મકાન ખરીદનારાઓની મદદે બેંક ઓફ મમ એન્ડ ડેડ

Friday 16th October 2020 02:57 EDT
 
 

 

લંડનઃ બેંક ઓફ મમ એન્ડ ડેડ માત્ર યુવાનો માટે નથી. પ્રથમ વખત મકાન ખરીદનારા ૩૫થી વધુની વયના લોકોને આ વર્ષે તેમના પેરન્ટ્સ અને ગ્રાન્ડપેરન્ટ્સ પાસેથી ૩૫ વર્ષથી ઓછી વયના લોકો કરતાં વધુ નાણાં મળશે.

લીગલ એન્ડ જનરલ દ્વારા કરાયેલા રિસર્ચમાં જણાયું હતું કે વધુ વયના ફર્સ્ટ ટાઈમ બાયર્સે ખરીદેલા ને ૧૦૧,૮૦૦ મકાનો માટે નાણાંકીય સહાય પૂરી પાડશે, જે પરિવારો દ્વારા ૨૦૨૦માં અપાયેલી ડિપોઝીટના ૬૧ ટકા અથવા £૨.૧૪ બિલિયન થાય છે. તેની સામે ૩૫થી ઓછી વયના લોકોને આનાથી અડધા મકાનો અથવા £૧.૩૬ બિલિયન ફાળવાયા છે. પેરન્ટ્સ પાસેથી મદદ મેળવનારા ૭૫ ટકાએ જણાવ્યું હતું કે આ મદદ ન મળી હોત તો તેઓ મકાન ખરીદી શક્યા ન હોત. પરિણામો દર્શાવે છે કે કોરોના વાઈરસ પછી ધૂંધળું અર્થતંત્ર હોવા છતાં પરિવારના સભ્યો પોતાના વયસ્ક સંતાનો મકાન ખરીદી શકે તે માટે કે આધેડ વયના સંતાનોને પોતાના પરિવારનો સમાવેશ કરવા માટે મોટા અને કિંમતી મકાનોની જરૂર હોય તેમને હજુ પણ પોતાની બચત આપવા ઈચ્છે છે.

મકાન ખરીદવા ઈચ્છતા ૫૫થી વધુની વયના દસમાંથી એક વ્યક્તિનું કહેવું હતું કે તેમની પેરન્ટ્સ ડિપોઝીટમાં તેમનું યોગદાન નહીં આપે તો તેમને મકાન ખરીદવામાં વિલંબ થશે.

પેરન્ટ્સ અને ગ્રાન્ડપેરન્ટ્સ પોતાના વયસ્ક સંતાનને મકાન ખરીદવા માટે સરેરાશ £૧૯,૦૦૦ આપે છે. જોકે, પાંચમાંથી એક સંતાનને £૩૦,૦૦૦ કરતાં વધુ રકમ અપાય છે. માત્ર ૩૩ ટકા સંતાનો જ તે રકમ પાછી આપશે તેવી અપેક્ષા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter