૩૫થી વધુની વયના મકાન ખરીદનારાઓની મદદે બેંક ઓફ મમ એન્ડ ડેડ

Wednesday 25th November 2020 06:07 EST
 
 

લંડનઃ બેંક ઓફ મમ એન્ડ ડેડ માત્ર યુવાનો માટે નથી. પ્રથમ વખત મકાન ખરીદનારા ૩૫થી વધુની વયના લોકોને આ વર્ષે તેમના પેરન્ટ્સ અને ગ્રાન્ડપેરન્ટ્સ પાસેથી ૩૫ વર્ષથી ઓછી વયના લોકો કરતાં વધુ નાણાં મળશે. મકાન ખરીદવા ઈચ્છતા ૫૫થી વધુની વયના દસમાંથી એક વ્યક્તિનું કહેવું હતું કે તેમના પેરન્ટ્સ ડિપોઝીટમાં પોતાનું યોગદાન નહિ આપે તો તેમને મકાન ખરીદવામાં વિલંબ થશે.  
લીગલ એન્ડ જનરલ દ્વારા કરાયેલા રિસર્ચમાં જણાયું હતું કે વધુ વયના ફર્સ્ટ ટાઈમ બાયર્સે ખરીદેલા ૧૦૧,૮૦૦ મકાનો માટે નાણાંકીય સહાય પૂરી પાડશે, જે પરિવારો દ્વારા ૨૦૨૦માં અપાયેલી ડિપોઝીટના ૬૧ ટકા અથવા ૨.૧૪ બિલિયન પાઉન્ડ થાય છે. તેની સામે ૩૫થી ઓછી વયના લોકોને આનાથી અડધા મકાનો અથવા ૧.૩૬ પાઉન્ડ બિલિયન ફાળવાયા છે. પેરન્ટ્સ પાસેથી મદદ મેળવનારા ૭૫ ટકાએ જણાવ્યું હતું કે આ મદદ ન મળી હોત તો તેઓ મકાન ખરીદી શક્યા ન હોત.
પરિણામો દર્શાવે છે કે કોરોના વાઈરસ પછી ધૂંધળું અર્થતંત્ર હોવા છતાં પરિવારના સભ્યો પોતાના વયસ્ક સંતાનો મકાન ખરીદી શકે તે માટે  કે આધેડ વયના સંતાનોને પોતાના પરિવારનો સમાવેશ કરવા માટે મોટા અને કિંમતી મકાનોની જરૂર હોય તેમને હજુ પણ પોતાની બચત આપવા ઈચ્છે છે.
પેરન્ટ્સ અને ગ્રાન્ડપેરન્ટ્સ  પોતાના વયસ્ક સંતાનને મકાન ખરીદવા માટે સરેરાશ ૧૯,૦૦૦ પાઉન્ડ આપે છે. જોકે, પાંચમાંથી એક સંતાનને ૩૦,૦૦૦ પાઉન્ડ કરતાં વધુ રકમ અપાય છે. માત્ર ૩૩ ટકા સંતાનો જ તે રકમ પાછી આપશે તેવી અપેક્ષા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter