લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના લોકડાઉન નિયંત્રણોમાં અપેક્ષિત છૂટછાટો જાહેર કરી છે અને સામાજિક અંતરની જોગવાઈ પણ ઘટાડી છે. ‘કોવિડ સુરક્ષા’ નિયમો તેમજ સ્ક્રીન અને ફેસ માસ્ક જેવી વધારાની સુરક્ષાની જાળવણી સાથે ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને ચોથી જુલાઈથી ખોલવાની પરવાનગી અપાઈ છે. નવા લોકડાઉન પ્લાન હેઠળ શું છૂટછાટ અપાઈ છે તેની યાદી આ સાથે સામેલ કરવામાં આવી છેઃ
આ પ્રવૃત્તિઓ ખુલશેઃ
• રેસ્ટોરાં, કાફેઝ, બાર, અને પબ્સ • હોટેલ્સ, બેડ એન્ડ બ્રેકફાસ્ટ્સ (B & B), • હોલીડે હોમ્સ, કેમ્પસાઈટ્સ અને કેરેવાન પાર્ક્સ • ધર્મસ્થળો (૩૦ વ્યક્તિની હાજરીની છૂટ સાથે લગ્નવિધિ), લાઈબ્રેરીઝ, કોમ્યુનિટી સેન્ટર્સ • મ્યુઝિયમ્સ, આર્ટ ગેલેરીઝ, એમ્યુઝમેન્ટ આર્કેડ્ઝ • સિનેમાઝ, થિયેટર અને કોન્સર્ટ બોલ્સ (લાઈવ પરફોર્મન્સ વિના) • કામના સ્થળોએ કેન્ટીન • બિન્ગો હોલ્સ • બાર્બર્સ અને હેર સલૂન્સ • આઉટડોર પ્લેગ્રાઉન્ડ્સ, આઉટડોર જિમ્સ • ફન ફેર્સ, થીમ પાર્ક્સ, એડવેન્ચર પાર્ક્સ અને એક્ટિવિટીઝ • ઈનડોર લેઈઝર સેન્ટર્સ, અને ઈનડોર ગેમિંગ સહિતની ફેસિલિટીઝ • સોસિયલ ક્લબ્સ, મોડેલ વિલેજીસ • ઈનડોર આકર્ષણસ્થળો- એક્વેરિયમ્સ, ઝૂ અને સફારી પાર્ક્સ, ફાર્મ્સ અને વાઈલ્ડ લાઈફ સેન્ટર્સ
આ પ્રવૃત્તિઓ પર નિયંત્રણો યથાવતઃ
• નાઈટ ક્લબ્સ • બોલિંગ એલીઝ, આઈસ સ્કેટિંગ રિન્ક્સ • સોફ્ટ પ્લે સહિત ઈનડોર પ્લે એરિયાઝ • સ્પાઝ, સ્વિમિંગ પૂલ્સ અને વોટર પાર્ક્સ • નેઈલ બાર્સ અને બ્યૂટી સલૂન્સ, મસાજ, ટેટુ અને પિયર્સિંગ પાર્લર્સ • ઈનડોર ફિટનેસ અને ડાન્સ સ્ટુડિયોઝ • ઈનડોર જીમ્સ અને સ્પોર્ટ્સ સ્થળો અને ફેસિલિટીઝ • એક્ઝિબિશન્સ અને કોન્ફરન્સ સેન્ટર્સ (બહારના કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાય ત્યારે)