આગામી ૪થી ડિસેમ્બરથી ભારતની અગ્રણી લો-કોસ્ટ કેરિયર ‘સ્પાઈસ જેટ’ની લંડન હિથરોથી દિલ્હી અને મુંબઈની બે નવી નોન-સ્ટોપ લાંબા રૂટની વિમાની સેવા શરૂ થશે. નવા એરબસ A330-900 Neo દ્વારા દર અઠવાડિયે ત્રણ ફ્લાઈટ શરૂ થશે. જેમાં બે ફ્લાઈટ દિલ્હી અને એક ફ્લાઈટ મુંબઈ જશે.
લંડનથી દિલ્હીની ફ્લાઈટ દર સોમવારે અને શુક્રવારે સાંજે ૭.૩૦ વાગે ઉપડીને બીજા દિવસે દિલ્હી સવારે ૭.૫૫ વાગે પહોંચશે. જ્યારે લંડનથી મુંબઈની ફ્લાઈટ દર રવિવારે સાંજે ૭.૩૦ વાગે ઉપડીને બીજા દિવસે સવારે ૮.૪૫ વાગે મુંબઈ પહોંચશે.
સ્ટેટ- ઓફ-ધ-આર્ટ નવા એરબસ A330-900 Neoમાં ૩૫૩ ઈકોનોમી સીટ અને ૧૮ લક્ઝુરિયસ ફ્લેટ બેડ બિઝનેસ ક્લાસ સીટ છે. ઈકોનોમી ક્લાસના પ્રવાસીઓ ૨૦-૨૦ કિલોની બે બેગ (કુલ ૪૦ કિલો) જ્યારે બિઝનેસ ક્લાસના પ્રવાસીઓ ૩૦-૩૦ કિલોની બે બેગ (કુલ ૬૦ કિલો) લઈ જઈ શકશે. ફ્લાઈટમાં ભોજન અપાશે.
યુકેથી ઉપડતી ફ્લાઈટનું સ્પાઈસ જેટ યુકે લિ. સંચાલન કરશે. બુકિંગ માટે આપના લોકલ ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરવો.