૪૦ અને તેથી વધુ વયના લોકો માટે કોવિડ બુસ્ટર જેબ બુકિંગ સિસ્ટમ શરૂ

Wednesday 15th December 2021 06:15 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં ૪૦ અને તેથી વધુ વયના લોકો તેમના બીજા ડોઝ પછી ત્રણ મહિના માટે  તેમનો કોવિડ બુસ્ટર જેબ બુક કરાવી શકશે. તેનો અર્થ એ કે નવા ઓમિક્રોન વેરિઅન્ટને લીધે વધતી ચિંતા વચ્ચે હવે સાત મિલિયન લોકો ટોપ – અપ જેબ બુક કરાવી શકશે. NHSના ચીફ એક્ઝિક્યુટિવ અમાન્ડા પ્રીટચાર્ડે જણાવ્યું કે ક્રિસમસ આવી રહ્યું છે ત્યારે વેક્સિનેશનની કામગીરી ખૂબ ઝડપે સતત ચાલી રહી છે.
આ સિસ્ટમ એક મહિના પહેલા એટલે કે બીજો ડોઝ લીધાના બે મહિના (૬૧ દિવસ) પછી શરૂ થશે. ઈંગ્લેન્ડના હાઈ રિસ્ક ગ્રૂપમાં આવતા લોકો પણ હવે બુકિંગ કરાવી શકશે.
કોવેન્ટ્રીના ૯૧ વર્ષીય મહિલા માર્ગારેટ કિનામ જે દિવસે કોવિડની ફાઈઝર બાયોએનટેક વેક્સિન લેનારા દુનિયાના પ્રથમ વ્યક્તિ બન્યા હતા તેના બરાબર એક વર્ષે આ જાહેરાત થઈ હતી.        
તેમણે જણાવ્યું હતું કે વેક્સિન લેવાનું તેમને ખૂબ સારું લાગ્યું હતું અને પરિસ્થિતિ સુધરી હતી. NHSનો આભાર માનતા તેમણે કહ્યું કે તેમનું વર્ષ ખૂબ જ સારું ગયું હતું. તેમણે ઉમેર્યું કે સૌએ વેક્સિન લેવી જોઈએ.
ત્યારથી NHS એ ઈંગ્લેન્ડમાં પહેલો, બીજો ડોઝ અને બુસ્ટર મળીને કુલ ૧૦૦ મિલિયન વેક્સિન આપી છે. યુકેના તમામ વયસ્કો કોવિડ બુસ્ટર તથા ૧૨ – ૧૫ વર્ષના લોકો તેમનો બીજો પ્રાઈમરી ડોઝ લઈ શકશે.  
ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડના NHS એ જણાવ્યું હતું કે એપોઈન્ટમેટની તારીખ મોડી હશે તો પણ તમામ વયસ્કોને જાન્યુઆરીના અંત સુધીમાં બુસ્ટર અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter