લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ બિઝનેસ લોન્સ સ્કીમને વધુ વિસ્તારી ૫૦૦ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને પણ સમાવી લીધી છે. નવી જોગવાઈઓ હેઠળ ૪૫ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર ધરાવતી ફર્મ્સ ૨૫ મિલિયન પાઉન્ડ સુધીની લોન્સ તેમજ ૨૫૦ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર ધરાવતી ફર્મ્સ ૫૦ મિલિયન પાઉન્ડ સુધીની લોન્સ માટે અરજી કરી શકશે. ચાન્સેલર સુનાકે સરકારની કોરોના વાઈરસ લાર્જ બિઝનેસ ઈન્ટરપ્શન લોન્સ સ્કીમ (CLBILS)નું નવુ વર્ઝન જાહેર કર્યું છે.