૬૦ ફૂટની ફિન વ્હેલને બચાવી ન શકાઈ

Wednesday 19th February 2020 03:54 EST
 
 

લંડનઃ બ્રિટનના કોર્નવોલના દરિયા કિનારે તણાઈ આવેલી એક વિશાળ ફિન વ્હેલને બચાવીને તેને દરિયામાં પાછી મોકલવાના બચાવકર્તાઓના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને દુર્લભ બનતી જતી આ વ્હેલનું કરુણ મૃત્યુ થયું હતું.

કોર્નવોલના લિઝાર્ડ પેનિન્સુલા ખાતેના નેર પોઈન્ટના કાંઠે આ વ્હેલ તણાઈ આવી હતી. દરિયાકાંઠે સફાઈ કરી રહેલા કેટલાક સ્વયંસેવકોએ તેને જોઈ હતી અને તેમણે પ્રાણી વિભાગને આ બાબતની જાણ કરી હતી. આ વ્હેલને બચાવવા માટે કેટલાક બચાવ કાર્યકરો આવી પહોંચ્યા હતા. ફિન વ્હેલ તરીકે ઓળખાતી આ વ્હેલનું કદ ઘણું મોટું હતું. તે લગભગ ૬૦ ફૂટ જેટલી લાંબી હતી. દરિયાકાંઠે ઘસડાઈ આવેલી આ વ્હેલના શરીર પર ઠેરઠેર ઘા પડેલા હતા. અને નિષ્ણાતો માને છે કે તેને ઘણા સમયથી કંઈ ખાધું ન હશે, તે ઘણી જ કુપોષિત થઈ ગયેલી લાગતી હતી. બચાવ કાર્યકરોએ તેને બચાવીને ફરીથી દરિયામાં તરતી મૂકવાન પ્રયત્નો કર્યા હતા પણ તે તમામ નિષ્ફળ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter