‘ઉડાઉ’ પરિવારે કાઉન્સિલ હાઉસ માગ્યું

Wednesday 29th August 2018 03:57 EDT
 

લંડનઃ એક વર્ષ કરતા પણ ઓછાં ગાળામાં ૨૫૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કર્યા પછી એક પરિવારે કાઉન્સિલ હાઉસ માટે માગણી કરી હતી. ૫૩ વર્ષીય કિથ કેરાડ્યુને ૨૦૧૫માં તેમના પિતાનું મકાન વારસામાં મળ્યું હતું.

આ મકાન તેમણે ગયા વર્ષે વેચી દીધું અને મળેલી રકમનો ભાઈને ભાગ આપ્યો. તેઓ સેન્ટ જેક્સના કાઉન્સિલ હાઉસમાંથી સેન્ટ માર્ટિનમાં ભાડે રહેવા ગયા. તેમણે ત્રણ નવી કાર ખરીદી અને કેટલાંક મોટરબાઈક પણ ખરીદ્યા. મિસિસ કેરાડ્યુની વેઈટ રિડક્શન સર્જરી પાછળ ૩૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરી નાખ્યો. તમામ મૂડી ખાલી કરી દેવાનું કારણ દર્શાવીને તેમની અરજી નકારી કઢાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter