‘ઊલટાપુલટા હાઉસ’

Sunday 19th March 2023 08:58 EDT
 
 

આ તસવીર પોર્ટ્સમાઉથના ક્લેરેન્સ પિયર એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલા એક એવા અસામાન્ય ઘરની છે જે પ્રવાસીઓમાં બહુ જાણીતું બન્યું છે. આ મકાનનું નિર્માણ ‘અપસાઇડ ડાઉન હાઉસ' એટલે બિલકુલ ઊલટું કરવામાં આવ્યું છે. આ અનોખા ઊલટાપુલટા ઘરને નિહાળવા બ્રિટનમાંથી જ નહીં, પરંતુ અહીં ફરવા આવતા અન્ય દેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં પહોંચે છે. અહીં કુતૂહલ સાથે પહોંચતા મુલાકાતીઓની એક જ ઇચ્છા હોય છે - આ ઘરમાં ફોટોગ્રાફી કરવાની. આ ઊલટાપુલટા ઘરમાં પાર્ટી પ્લેસ, જમ્પિંગ બગ્સ અને અને ઈનડોર ગોલ્ફ સહિતના અનેક આકર્ષણ છે. આ બ્રિટનનું જરૂર પહેલું ઊલટું મકાન છે, પરંતુ યુરોપના અન્ય કેટલાક દેશોમાં આવા ઊલટા મકાન બહુ જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter