‘જૂઠાણાં ઉપજાવવામાં’ પેલેસની સક્રિય ભૂમિકાઃ મેગનનો આક્ષેપ

Wednesday 10th March 2021 07:19 EST
 

લંડનઃ ચેટ શો ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે ઈન્ટરવ્યૂની જાહેર ત્રીજી ક્લિપમાં ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલને એમ કહેતાં દર્શાવાઈ છે કે તેના અને હેરી બાબતે ‘જૂઠાણાં ઉપજાવી કાઢવામાં’ પેલેસની સક્રિય ભૂમિકા રહી છે. હવે તે અને તેના પતિ ચૂપ રહે તેવી અપેક્ષા શાહી પરિવાર કેવી રીતે રાખી શકે તે સમજાતું નથી.

વિન્ફ્રેએ મેગનને પ્રશ્ન કર્યો હતો કે,‘પેલેસ આજે તમારું સત્ય સાંભળશે તે બાબતે તમને કેવી લાગણી થાય છે? ઉત્તરમાં મેગને જણાવ્યું હતું કે,‘મને સમજાતું નથી કે ‘ફર્મ’ અમારાં વિશે જૂઠાણાં ઉપજાવી કાઢવામાં સક્રિય ભૂમિકા ભજવતું હોય ત્યારે આટલા સમય પછી અમે મૌન રહીએ તેવી અપેક્ષા તેઓ કેવી રીતે રાખી શકે? અને કોઈ વસ્તુઓ ગુમાવવાના જોખમની વાત આવતી હોય તો મારા મતે અમે ઘણું બધું ગુમાવ્યું છે.’ મેગને શાહી પરિવારનો ઉલ્લેખ ‘ધ ફર્મ’ તરીકે કર્યો હતો.

અગાઉ જાહેર ક્લિપમાં વિન્ફ્રેએ મેગન અને હેરીને જણાવ્યું હતું કે, ‘તમે અહીં ઘણી આઘાતજનક વાતો જણાવી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter