‘ટીયરલેસ‘ ડુંગળીનું આગમન આંખોમાં હર્ષના આંસુ લાવશે..

Tuesday 25th January 2022 13:22 EST
 
 

લંડનઃ ડુંગળી સમારતી વખતે આપણાં પૈકી કેટલાંકને બાદ કરતાં મિશેલીન સ્ટાર્ડ શેફ્સથી લઈને ઉત્સાહી અમેચ્યોર્સની આંખોમાં આંસુ આવી જાય છે. જોકે, હવે તેનો અંત આવે તેવા દિવસો નજીકમાં જ છે. અમેરિકામાં મળતા Sunions હવે બ્રિટનમાં પણ વેચાતા મળશે. તેના ઉપયોગથી આંખોમાંથી આંસુ નહીં આવે તેવી ખાતરી છે. જર્મન કેમિકલ કંપની BASFમાં કામ કરતા પ્લાન્ટ બ્રીડર રીક વોટસને આ ડુંગળીની શોધ કરી છે. તેમણે અલગ વેરાઈટી બનાવવા માટે જેનેટિક મોડિફિકેશનને બદલે કુદરતી ટેક્નીકનો ઉપયોગ કરીને આ ડુંગળીની શોધનું કામ ૧૯૮૦ના દસકાના અંત ભાગમાં શરૂ કર્યું હતું.

સૌ પ્રથમ આ ડુંગળી અમેરિકામાં ઉગાડવામાં આવી હતી. તે અલગ અલગ વાતાવરણમાં ઉગે તે કે નહીં તે જોવા માટે ફ્રાન્સ અને ઈટાલીમા પરીક્ષણો ચાલે છે. કાપતી વખતે ડુંગળીમાંથી સિન્પ્રોપેનેથિયલ – એસ – ઓક્સાઈડ છૂટે છે જેનાથી આંખોની ગ્રંથિઓમાં બળતરા થાય છે.

વેઈટરોસમાં Sunions ૧.૫૦ પાઉન્ડમાં ત્રણના પેકમાં મળશે. જે તેની પોતાની બ્રાન્ડની ડુંગળી કરતાં ડુંગળી દીઠ ૨૦ પેન્સ વધારે છે. ડુંગળી ઉગાડનારા લોકો નવી વેરાઈટીનો ઉંચો ભાવ રાખે છે. આ ડુંગળી હોટ મીલ્સ અને સલાડ બન્ને માટે અનુકુળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter