લંડનઃ ‘ધ ચેઝ’ના સ્ટાર પૌલ સિંહાએ તેમને ૪૯ વર્ષની વયે પાર્કિન્સન રોગનું નિદાન થયું હોવાનું જાહેર કર્યું હતું. પ્રોફેશનલ ક્વીઝર અને કોમેડિયન પૌલે પોતાની બ્લોગ પોસ્ટમાં નિદાનની વધુ વિગતો મૂકતાં પહેલા ટ્વીટર પર પોસ્ટ કર્યું હતું કે તેઓ અંતિમ શ્વાસ સુધી આ રોગ સામે લડત આપતા રહેશે.
બ્લોગમાં પૌલે ‘અગાઉ જેવી સારવાર મળી હતી’ તેવી જ સારવાર મળે તેવો આગ્રહ રાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે આઈટીવી ક્વિઝ શોમાં યથાવત રહેવા તેમજ લેખન ચાલુ રાખવા, કોમેડીમાં ભાગ લેવા અને ક્વિઝીંગમાં સક્રિય રહેવા માગે છે. આ શોમાં તેઓ ‘સુપરમેન’ તરીકે જાણીતા છે. પોતાની બ્લોગ પોસ્ટમાં ભૂતપૂર્વ ડોક્ટરે જણાવ્યું હતું કે ફ્રોઝન શોલ્ડર અને ટાઈપ-ટુ ડાયાબિટીસ સહિતની સમસ્યાઓના બે વર્ષ બાદ ૩૦મી મેએ તેમને પાર્કિન્સનનું નિદાન થયું હતું.


