‘નો બેબી નો ફી’ ડીલ પર પ્રતિબંધની ડોક્ટરોની માગ

Tuesday 16th February 2021 16:03 EST
 

લંડનઃ બ્રિટનનું સૌથી મોટું ફર્ટિલિટી ક્લિનિક ગ્રૂપ કેર ફર્ટિલિટી યુગલોને ‘નો બેબી નો ફીની સીધી જ ડીલ આપી રહ્યું છે. આ અંગે કેમ્પેનરોનું કહેવું છે કે આવા ડિલથી માતા અને બાળક બન્ને પર ખતરો ઉભો થઈ શકે. યુકે અને આયર્લેન્ડમાં ૨૧ ક્લિનિક ધરાવતા કેર ફર્ટિલિટીએ કેરપે પ્લાન્સ હેઠળ દર્દીઓને સો ટકા રિફન્ડ અને ‘મલ્ટિ સાઈકલ’ ડીલ્સ આપવાના આયોજનની જાહેરાત કરી હતી.

રિફન્ડ પેકેજમાં IVFની ત્રણ સાઈકલ પછી પણ બાળક ન આવે તો તેમના નાણાં પાછા આપવાની ઓફર છે. મલ્ટિ સાઈકલ ડીલમાં દર્દીએ દરેક ટ્રીટમેન્ટને બદલે IVFના બે રાઉન્ડ માટે અગાઉથી જ ફી ચૂકવવી પડે છે. પહેલો રાઉન્ડ નિષ્ફળ જવાના સંજોગોમાં યુગલના ઘણી રકમ બચે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter