‘પિન્ગડેમિક’ એલર્ટઃ ૧૬ સેક્ટરના વર્કર્સને હવે ક્વોરેન્ટાઈનમાંથી મુક્તિ

Wednesday 28th July 2021 07:35 EDT
 
 

લંડનઃ NHS Covid એપથી ‘પિન્ગડેમિક’ એલર્ટના કારણે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગત સપ્તાહે ૬૦૦,૦૦૦થી વધુ લોકોને સેલ્ફ આઈસોલેશનમાં જવાની ફરજ પડી રહી છે ત્યારે હેલ્થ, ટ્રાન્સપોર્ટ અને એનર્જી સહિતના મહત્ત્વપૂર્ણ ૧૬ સેક્ટરના વર્કર્સને હવે એકાંતવાસ કે ક્વોરેન્ટાઈન થવામાંથી મુક્તિ અપાઈ છે. હાલ મર્યાદિત ધોરણે શરુ કરાયેલા અલગ ડેઈલી ટેસ્ટિંગના પાઈલટ પ્રોજેક્ટને અંદાજે ૫૦૦ ફૂડ અને ડ્રિન્ક સપ્લાય ચેઈનના એમ્પ્લોયર્સ સુધી વિસ્તારવામાં આવશે. ફ્રન્ટલાઈન હેલ્થ અને કેરના સ્ટાફ માટે અલગથી વ્યવસ્થા કરાયેલી છે.

‘પિન્ગડેમિક’ એલર્ટના કારણે લાખો વર્કર્સ ક્વોરેન્ટાઈન થવાથી બિઝનેસીસ અને ફૂડ સપ્લાયને ભારે અસર પડી છે. ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ અને ટોરી બળવાખોર સાંસદોએ આ મુદ્દે હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ સાથે વાતચીત કરી હતી. ગભરાયેલા ખરીદારોએ પણ વર્કર્સની અછતના કારણે સ્ટોર્સમાં ખાલી અભરાઈની તસવીરો જાહેર કરી હતી. ઘણા લોકોએ એલર્ટથી બચવા માટે એપ જ ડીલીટ કરી નાખી છે. આ પછી સરકારે ડેઈલી ટેસ્ટિંગના પાઈલટ પ્રોજેક્ટને અંદાજે ૫૦૦ ફૂડ અને ડ્રિન્ક સપ્લાય ચેઈન્સ માટે લિસ્તારવાની જાહેરાત કરી હતી. જોકે, આ નીતિ સુપરમાર્કેટ્સમાં રિટેઈલ સ્ટાફને લાગુ કરાશે નહિ.

ડાઉનિંગ સ્ટ્રીટની જાહેરાત અનુસાર આવશ્યક વર્કર્સને અલગ રાહતનો લાભ મેળવવા ઈચ્છતી કંપનીઓએ સ્ટાફને ફરી કામે લગાવવા સંબંધિત વિભાગને અરજી કરવાની રહેશે. આ લાભ માન્ય વર્કપ્લેસીસમાં સંપૂર્ણ વેક્સિનેશન કરાવ્યું હોય તેવા વર્કર્સ માટે જ મળશે. આમ છતાં, વર્કર્સને નેગેટિવ PCR ટેસ્ટની જરુર પડશે અને ૧૦ દિવસ સુધી દૈનિક લેટરલ ફ્લો ટેસ્ટ કરવાના રહેશે. ક્વોરેન્ટાઈનમાંથી માટે ૧૬ સેક્ટરના નામ જાહેર કરાયા છે. અન્ય ક્ષેત્રોમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાના આધારે માન્યતા આપી શકાશે.

૧૬ સેક્ટરના વર્કર્સને મુક્તિલાભ 

• એનર્જી • સિવિલ ન્યુક્લીઅર • ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર • ફૂડ પ્રોડક્શન અને સપ્લાય • વેસ્ટ • વોટર • વેટરનરી મેડિસિન્સ • આવશ્યક કેમિકલ્સ • આવશ્યક ટ્રાન્સપોર્ટ • મેડિસિન્સ • મેડિકલ સાધનો-ઉપકરણો • ક્લિનિકલ કન્ઝ્યુમેબલ સપ્લાઈઝ • ઈમર્જન્સી સર્વિસીસ • બોર્ડર કન્ટ્રોલ • આવશ્યક સંરક્ષણ અને • લોકલ ગવર્મેન્ટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter