‘પ્રો. લોકડાઉન’નું રાજીનામુંઃ પ્રેમિકાને ઘરે બોલાવી પોતે જ નિયમ તોડ્યો હતો

Tuesday 12th May 2020 16:33 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં જે વૈજ્ઞાનિકે લોકડાઉનની સલાહ આપી હતી, તેમણે જ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. ૫૧ વર્ષીય નીલ ફર્ગ્યુસન બ્રિટનના ટોપ કોરોના સાયન્ટિસ્ટ છે. મહામારી મામલે તેઓ વડા પ્રધાન જ્હોન્સનના પ્રમુખ સલાહકાર હતા. તેમણે જ વડા પ્રધાનને સલાહ આપતા બ્રિટનમાં ૨૩ માર્ચથી લોકડાઉન લાગુ કરાયું છે. આ કારણે તેમને ‘પ્રોફેસર લોકડાઉન’ના નામે ઓળખતા હતા. રિપોર્ટ અનુસાર, પ્રોફેસર ફર્ગ્યુસને લોકડાઉનમાં પરીણિત ગર્લફ્રેન્ડ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો. તેમણે ૨ વખત ગર્લફ્રેન્ડને ઘરે આવવા મંજૂરી આપી હતી. જોકે નીલે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે, ‘મને આમ કરવાનો અફસોસ છે. સંક્રમણને રોકવા સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગનો સંદેશ આપી રહી છે અને મે તેનો ભંગ કર્યો છે.’
નિયમ તોડવા અંગે નીલે કહ્યું કે, તે સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમરજન્સીના પદ પરથી હટી રહ્યાં છે. તેઓ સેન્ટર ફોર ગ્લોબલ ઈન્ફેક્શસ ડિઝિસ એનાલિસિસના ડિરેક્ટર છે. બીબીસી અનુસાર, આ સંસ્થાએ જાન્યુઆરીમાં વિશ્વને કોરોનાના જોખમથી બચવા ચેતવ્યા હતા. આ સંસ્થા સરકારો અને WHOને આફ્રિકામાં ઈબોલાથી લઈ કોરોના મહામારી વિશે સલાહ આપતી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter