‘ફેક ન્યુઝ’ સામે લડવા અલગ વિભાગ

Wednesday 31st January 2018 05:46 EST
 

લંડનઃ ‘ફેક ન્યુઝ’ની સમસ્યાને નિવારવા બ્રિટને અલગ વિભાગ નેશનલ સિક્યુરિટી કોમ્યુનિકેશન્સ યુનિટ શરૂ કર્યો છે. આ વિભાગ બ્રિટન વિરુદ્ધ ફેલાવાતી ખોટી માહિતી તેમજ લોકોને ગેરમાર્ગે દોરતી માહિતી સામે પગલાં લેવાની કામગીરી કરશે. ખોટી માહિતી, મોર્ફ કરેલા ફોટો-વીડિયો, ઈરાદાપૂર્વક ચેડાં કરાયેલી માહિતી અને લોકોમાં ભય-ઉશ્કેરાટ ફેલાવવા માટે ફેલાવા માહિતીને ‘ફેક ન્યુઝ’ તરીકે ઓળખાવાય છે.

બ્રિટનની કેબિનેટ કમિટી આ યુનિટનું સંચાલન કરશે. જેમાં વિવિધ વ્યવસાયિકોની મદદથી દેશ વિરુદ્ધ ફેલાતી માહિતીને અટકાવવાના પગલા લેવાશે. આ ઉપરાંત, સાચી માહિતીની ઓળખ માટે લોકોએ શું પગલાં લેવા જોઈએ તે બાબતે પણ વિવિધ વિચારણા હાથ ધરાશે. જેથી આવી માહિતીની બ્રિટિશ નાગરિક ગેરમાર્ગે ન દોરાય, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીપ્રચાર દરમિયાન ‘ફેક ન્યુઝ’ શબ્દ ઉપયોગ કર્યા પછી આ શબ્દ વધુ પ્રચલિત બન્યો હતો. તેઓ સીએનએન, એબીસી ન્યુઝ, ધ ન્યુ યોર્ક ટાઈમ્સ જેવા મીડિયા જૂથો પર કટાક્ષ કરવા આ શબ્દનો વારંવાર ઉપયોગ કરતા રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter