‘બ્લેક કેબ રેપિસ્ટ’ને આજીવન કેદની સજા

Saturday 28th December 2019 02:22 EST
 
 

લંડનઃ ‘બ્લેક કેબ રેપિસ્ટ’ તરીકે કુખ્યાત સિરીયલ સેક્સ હુમલાખોર ૬૨ વર્ષીય જહોન વોર્બોયજને વધુ ચાર મહિલાઓ સામેના ગુનામાં દોષિત ઠેરવાયા બાદ ફરી આજીવન કેદની સજા ફરમાવાઈ હતી. તે લંડનમાં પોતાની બ્લેક ટેક્સી ફેરવતો હતો ત્યારે તેમાં આલ્કોહોલ અને ડ્રગ્સનો ભોગ બનેલા ઘણાં લોકો બેસતા હતા.

વોર્બોયજ મહિલાઓને શિકાર બનાવતો હતો. ૧૨ મહિલાઓ પર જાતીય હુમલો કરવા બદલ જેલવાસ ભોગવી રહેલા વોર્બોયજને આ નવી સજામાં ઓછામાં ઓછાં છ વર્ષની જેલ ભોગવવાની થશે. વધુ ચાર મહિલાઓના ડ્રિંક્સમાં ડ્રગ્સ ભેળવવા બદલ તે ગુનેગાર ઠર્યો હતો. ગયા વર્ષે તેને ટૂંક સમય માટે છોડવામાં આવ્યો હતો ત્યારે આ મહિલાઓેએ તેને જોયો હતો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter