‘રુલ ઓફ સિક્સ’ની ઐસી કી તૈસી!

Wednesday 23rd September 2020 02:26 EDT
 
 

લંડનઃ દેશભરમાં કોરોના વાઈરસના બીજા મોજાને અટકાવવા ગત સોમવારથી અમલી કરાયેલા ‘રુલ ઓફ સિક્સ’ની લોકો તદ્દન અવગણના કરી રહ્યા છે. આગામી સપ્તાહથી ઠંડી અને વરસાદની મોસમ શરુ થાય તે પહેલા ઉનાળાના તાપની મોજ માણવા લોકોએ રિસોર્ટ્સ અને સમુદ્રીતટો તરફ દોટ લગાવી હતી. નવા નિયમનો ભંગ કરવા બદલ ૧૦૦ પાઉન્ડનો દંડ થઈ શકે છે પરંતુ, લોકોએ કોરોના સંક્રમણ અને દંડની જરા પણ પરવા કરી નથી. યુરોપથી આવતી ગરમ હવાએ યુકેમાં સપ્ટેમ્બરમાં ભાગ્યે જોવા મળતી ગરમીમાં સૂર્યસ્નાન કરનારા લોકો ઉમટી પડ્યા હતા.

સામાન્યપણે સપ્ટેમ્બર મહિનામાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સીઝનનું સરેરાશ તાપમાન ૧૮C જેટલું જોવાં મળે છે તેની જગ્યાએ શનિવારે ૨૩C અને રવિવાર-સોમવારે ૨૫C ની આસપાસ તાપમાન રહ્યું હતું. આના માટે ફ્રાન્સ અને સ્પેન સહિતના મેઈનલેન્ડ યુરોપમાંથી આવતી ગરમ હવા જવાબદાર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. મંગળવારથી ઠંડીના આગમન સાથે હવામાન બદલાવાની આગાહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter