બ્રિટનના ૭૧ વર્ષીય પ્રિન્સ ચાર્લ્સ પ્રતિષ્ઠિત ફેશન મેગેઝિન ‘વોગ’ના ડિસેમ્બરના અંકના કવરપેજ પર ચમકશે. પ્રિન્સ ચાર્લ્સ શાહી પરિવારમાં તેમની ફેશન સેન્સ માટે જાણીતા છે. મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેઓ કાયમ કપડાં પસંદ કરતી વખતે કલર અને સાથે પહેરવા માટેના કપડાં પર ધ્યાન આપે છે અને મોટા ભાગે નવા કપડાં ખરીદવાના બદલે જૂનાને સારી રીતે રિપેર કરાવવાને પ્રાધાન્ય આપે છે. ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ડિઝાઇનર્સે હવે સમય સાથે કપડાં સુધારવા, સંભાળવા અને ફરી પહેરવાલાયક બનાવવા પર વિશેષ ધ્યાન આપવું જોઇએ.