‘હાર્ટ ઓફ ઈન્વિક્ટ્સ’ હેરી- મેગનનો પ્રથમ નેટફ્લિક્સ ડોક્યુસીરિઝ પ્રોજેક્ટ

Wednesday 14th April 2021 06:16 EDT
 
 

લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કલે તેમના નેટફ્લિક્સ સોદા અંતર્ગત પ્રથમ પ્રોજેક્ટ તરીકે ‘હાર્ટ ઓફ ઈન્વિક્ટ્સ’ ડોક્યુરીસિઝની જાહેરાત કરી છે. ૨૦૧૪માં પેરાલિમ્પિક સ્ટાઈલની સ્પર્ધા ‘ઈન્વિક્ટ્સ ગેઈમ્સ’ના સ્થાપક પ્રિન્સ હેરી ‘હાર્ટ ઓફ ઈન્વિક્ટ્સ’ દરમિયાન કેમેરાની સામે દેખા દેશે અને સીરિઝના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે સેવા આપશે. આ ડોક્યુસીરિઝ કુલ ૯ રમતોને દર્શાવતા આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ Invictus Games The Hague 2020માં પહોંચવાના વિશ્વભરના અસાધારણ સ્પર્ધકોના સમૂહની યાત્રાને દર્શાવશે. આ તમામ સ્પર્ધકો જીવનને બદલી નાખરી ઈજા કે બીમારીનો ભોગ બનેલા લશ્કરી જવાનો છે.

 ‘હાર્ટ ઓફ ઈન્વિક્ટ્સ’ ઓસ્કારવિજેતા ઓર્લાન્ડો વોન એઈનસિડેલ અને જોઆના નાટાસેગારાનું નિર્માણ છે. હવે ૨૦૨૨માં નેધરલેન્ડ્સના હેગ ખાતે રમાનારી રમતો માટે સ્પર્ધકો તાલીમ લઈ રહ્યા છે. આ ડોક્યુસીરિઝમાં ઈવેન્ટના આયોજકો દરેક દેશની ટીમ સાથે જોડાઈ સ્પર્ધકોનો જુસ્સો વધારશે.

સ્ટ્રીમિંગ જાયન્ટ નેટફ્લિક્સ સાથે બહુલક્ષી સોદા અંતર્ગત ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ- પ્રિન્સ હેરી (૩૬) અને મેગન મર્કેલ (૩૯) તેમનાં આર્ચવેલ પ્રોડક્શન્સ અને ઈન્વિક્ટ્સ ગેઈમ્સ ફાઉન્ડેશનની ભાગીદારી હેઠળ પ્રેરણાદાયક ડોક્યુમેન્ટરીઝ, ડોક્યુસીરિઝ, ફીચર ફિલ્મ્સ, સ્ક્રીપ્ટેડ શોઝ અને બાળકોના પ્રોગ્રામ્સનું નિર્માણ કરવાના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter