• A&Eમાં દર્દીઓને સારવારમાં ૧૨ કલાકનો વિલંબ

Monday 17th April 2017 07:49 EDT
 

નવેમ્બર,૨૦૧૬થી જાન્યુઆરી,૨૦૧૭ સુધીના સમયગાળામાં ૧,૦૬,૭૧૮ દર્દીઓને A&E ડિપાર્ટમેન્ટમાં સારવાર મેળવવામાં સારવાર માટે કેઝ્યુઅલ્ટી યુનિટમાં૧૨ કલાકથી વધુ રાહ જોવી પડી હતી. આવા દર્દીઓની સંખ્યા ગયા વર્ષ કરતાં બમણી હતી જે ચાર વર્ષ અગાઉ ૧૯,૩૨૨ હતી. જોકે, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાનો ડોક્ટરે નિર્ણય લીધો હોય તેને જ NHS ધ્યાને લેતું હોવાથી આવા માત્ર ૯૮૫ કેસો હોવાનું જાહેર કરાયું હતું.

• બિલાડીને રમાડવામાં વ્યસ્ત સ્ટાફને મેયરનો ઠપકો

ટ્યુક્સબરી ટાઉન કાઉન્સિલની ઓફિસ પાસે કેરન બ્રેનનના મકાનમાં રહેતી અને દરરોજ ઓફિસે આવતી પાલતૂ બિલાડી ‘મીસી’ ઓફિસના સ્ટાફ સાથે ખૂબ ભળી ગઈ છે. જોકે, ‘મોરેલ ઓફિસર’ના હુલામણા નામે જાણીતી આ બિલાડી પર મેયર દ્વારા હકાલપટ્ટીનું જોખમ તોળાઈ રહ્યું છે. મેયરનું કહેવું હતું કે સ્ટાફ આખો દિવસ તેની સાથે રમવામાં સમય વેડફે છે. જોકે, સ્ટાફે તેનો વિરોધ કરતાં મેયરે આ પ્રશ્રના ઉકેલ માટે સ્પેશિયલ પેનલની રચનાનું મોટું પગલું લીધું છે.

• બાળક રડવાથી ઓછી ઉંઘ મળે તો આવક ઘટે

પરિવારમાં નવું જન્મેલું બાળક રાત્રે રડે તેનાથી પેરેન્ટ્સની નિદ્રામાં ખલેલ પહોંચે અને ઉંઘ ઘટે. આની સાથે સાથે તેમની આવક પણ ઘટે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ દ્વારા એવન લોંગિટ્યુડીનલ સ્ટડી ઓફ પેરન્ટ્સ એન્ડ ચીલ્ડ્રનના ડેટાના વિશ્લેષણમાં જણાયું હતું કે દરરોજ માત્ર એક કલાક ઓછી ઉંઘ મળે તો આવકમાં ૧૧ ટકા સુધીનો ઘટાડો થાય છે. આ અભ્યાસમાં બાળક રાત્રે જેટલી વખત જાગે તેની સંખ્યા અને ઓવરટાઈમની આવક વચ્ચે ખાસ સંબંધ જણાયો હતો.

• ટ્રમ્પના પત્ની મેલાનિયાએ ‘ડેઈલી મેલ’ની માફી સ્વીકારી

ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે પ્રોફેશનલ મોડેલ તરીકે કામ કરતા હોવાના આક્ષેપો બદલ કરેલા કેસમાં ‘ડેઈલી મેલ’ દ્વારા અપાયેલ ડેમેજીસ અને માફીનો સ્વીકાર કર્યો હતો. લંડનમાં રોયલ કોર્ટ ઓફ જસ્ટિસની કોર્ટ નં.૧૪માં જસ્ટિસ નીકોલે એગ્રીમેન્ટ સ્ટેટમેન્ટ વાંચીને જાહેર કર્યું હતું. આક્ષેપ બદલ મેલાનિયાએ તેના પબ્લિશર્સ એસોસિએટેડ ન્યૂઝપેપર્સ સામે દાવો માંડ્યો હતો. મિસિસ ટ્રમ્પને કોસ્ટ સહિત ડેમેજીસ તરીકે ૨.૪ મિલિયન પાઉન્ડ ચૂકવાયા હોવાનું મનાય છે.

• ૧૭ વર્ષીય યુવતી પર આતંકવાદનો આરોપ

૧૭ વર્ષની યુવતી પર સીરિયા જવાના હેતુસર ઈસ્તંબુલની ફ્લાઈટની ટિકીટ બુક કરાવવા ઈસ્લામિક સ્ટેટના મેમ્બર સાથે વાતચીત કરવાનો આરોપ મૂકાયો છે. તેની સામે આતંકવાદી પ્રવૃત્તિનો ગુનો નોંધાયો છે. આ યુવતી જાતે ઉદ્દામવાદી બની રહી હોવાનું પોલીસનું માનવું છે. ઓલ્ડ બેલી કોર્ટમાં હાજર કરાયા પછી તેને રિમાન્ડ પર મોકલી અપાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter