તાલીબાન લડાકુમાંથી સુધરીને લોકોને આતંકી બનતા અટકાવવા માટે ‘એક્ટિવ ચેન્જ ફાઉન્ડેશન’ ચલાવતા હનીફ કાદિરે ફરિયાદ કરી હતી કે હોમ ઓફિસે તેની સંસ્થાની સહાય એમ કહીને બંધ કરી દીધી હતી કે લોકોને ઉદામવાદી બનતા અટકાવવાની તેમની યોજના ખૂબ જોખમી છે. તેમની આ સંસ્થા સરકારની યોજનાઓ પૈકી એક ભાગરૂપ હતી.
• ચહેરો ઢંકાય તેવા બુરખાને વિદાય આપવા બેરોનેસ વારસીનો અનુરોધ
બ્રિટનના અગ્રણી મુસ્લિમ મહિલા રાજકારણી બેરોનેસ વારસીએ જણાવ્યું હતું કે આગામી ૨૦૨૦ સુધીમાં બ્રિટનમાં બુરખો પહેરવાનું ચલણ બંધ થઈ જશે. હિજાબ પર આદેશથી પ્રતિબંધ આવે તેવું તે ઈચ્છતા નથી. પરંતુ બ્રિટિશ મુસ્લિમો પરિવર્તનનું નેતૃત્વ કરે તે જરૂરી છે.
• સેંકડો લોકો ડ્રાર્ઈવિંગ વખતે ફોન પર વાત કરતા ઝડપાયા
ગઈ ૧ માર્ચથી ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરનારને કડક સજા અમલી બનાવાયા પછી પણ દરરોજ બસોથી વધુ લોકો ઝડપાયા હતા. એક માહિતી મુજબ કાયદાની અવગણના કરતા ૫,૯૭૭ ડ્રાઈવરને પોલીસે પકડ્યા હતા. ડ્રાઈવર ફોન પર વાત કરતો હોય ત્યારે થયેલા અકસ્માતોમાં ૨૦૧૫માં ૨૨ લોકો માર્યા ગયા હતા અને ૯૯ને ગંભીર ઈજા થઈ હતી.
• વાઈલ્ડ ફીશ કરતાં ફાર્મ્ડ ફીશનો વપરાશ વધ્યો
સી ફૂડના રોજિંદા વપરાશમાં હવે વાઈલ્ડ ફીશનું સ્થાન ફાર્મ્ડ ફીશે લીધું છે. મટનનો સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ શોધતા ગ્રાહકો અને કંપનીઓ દ્વારા પશુ આહારમાં પ્રોટિન તરીકે ફીશના ઉપયોગને લીધે તેની માગમાં ભારે જંગલોમાંથી પકડાયેલ ફીશની સંખ્યા ૧૯૯૦થી યથાવત છે. પરંતુ, ફાર્મ્સ દ્વારા વૈશ્વિક રીતે પૂરી પાડવામાં આવતી ફીશનું વજન ૨૦૧૦થી વધીને ૨૦ મિલિયન ટન જેટલુ થયું છે. FAO મુજબ ફાર્મ્ડ ફીશની ઉપજ આગામી બે વર્ષમાં ૯૦ મિલિયન ટનથી ઉપર પહોંચી જશે.
• નાપાસ થવાના ડરથી તરુણોની આંખમાં આંસુ
GCSE અને A લેવલની પરીક્ષાના ટેન્શનને લીધે ૩૩ ટકા તરુણોની આંખમાં આંસુ આવી જતા હોવાનું નેશનલ સિટીઝન સર્વિસ (NCS)ના અભ્યાસમાં જણાયું હતું. ૭૫ ટકા જેટલી તરુણીઓ પણ પરીક્ષા અગાઉ રોઈ પડે છે, જ્યારે ૫૦ ટકા ટીનેજર્સ પરીક્ષા પહેલા બીમાર પડી જાય છે. જ્યારે પ્રાઈમરી સ્કૂલના SAT ના અભ્યાસમાં જણાયું કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં આનંદ આવે છે.

