• આર્સેલરમિત્તલને ખર્ચકાપથી જંગી નફો

Wednesday 24th May 2017 07:59 EDT
 

ગ્લોબલ સ્ટીલ માર્કેટમાં રીકવરી અને ખર્ચકાપના પરિણામે સૌથી મોટી સ્ટીલ અને માઈનિંગ કંપની આર્સેલરમિત્તલને ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધીના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વેચાણમાં ૨૦ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. તેનું વેચાણ ગયા વર્ષની સરખામણીએ ૧૬.૧ બિલિયન ડોલર થયું હતું. ઈન્ટરેસ્ટ, ટેક્સ, ઘસારો અને એમોર્ટિઈઝેશન પહેલાની કમાણી ૧૪૧ ટકા વધીને ૨.૨ બિલિયન ડોલર થઈ હતી. ગયા વર્ષના આ જ ગાળામાં ૪૧૬ મિલિયન ડોલરની ચોખ્ખી ખોટ સામે આ વર્ષના પ્રથમ ક્વાર્ટડરમાં ૧ બિલિયન ડોલરનો ચોખ્ખો નફો થયો હતો.

 

ડાયેનાના પૂર્વ પ્રેમી હેવિટ્ટને હાર્ટ એટેક

પ્રિન્સેસ ઓફ વેલ્સ, ડાયેનાના પૂર્વ પ્રેમી ૫૮ વર્ષીય જેમ્સ હેવિટ્ટને હાર્ટ એટેક અને સ્ટ્રોકના હુમલા પછી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તેમને હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે તેઓ મોત સામે ઝઝૂમી રહ્યા હતા. હવે તેમને ઈન્ટેન્સિવ કેરમાંથી બહાર લવાયા છે પરંતુ, વધુ સારવાર અર્થે તેમણે હજુ એક મહિનો હોસ્પિટલમાં રહેવું પડશે. પ્રિન્સ ઓફ વેલ્સ સાથે લગ્નજીવનમાં હતાં ત્યારે જ ડાયેના અને હાઉસહોલ્ડ કેવેલરી ઓફિસર હેવિટ્ટ પ્રેમસંબંધમાં હતાં ડાયેનાએ ૧૯૯૫માં આ સંબંધની કબૂલાત પણ કરી હતી.

 

એપેન્ડિક્સના બદલે ઓવરીની સર્જરી 

‘નબળી દૃષ્ટિ’ ધરાવતા ૫૯ વર્ષના સીનિયર સર્જન ડો. લાવાલ હારુનાએ સર્જરીમાં અકસ્માતે સ્ત્રીના એપેન્ડિક્સના બદલે ઓવરી દૂર કરી હતી અને પોતાના બચાવમાં તેને ક્ષુલ્લક ભુલ ગણાવી હતી. મેડિકલ ટ્રિબ્યુનલે માર્ચ ૨૦૧૫ની આ ઘટના સંદર્ભે તેમને રજિસ્ટર પરથી દૂર કર્યા હતા. આ ઓપરેશનમાં તેમણે ફેલોપિયન ટ્યૂબ પણ કાઢી નાખી હતી. ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા ડો. હારુનાએ બે વર્ષ દરમિયાન કરેલા ઓપરેશન્સમાં ખોટાં અંગ દૂર કર્યા હતા.

 

મોટરવે સ્પીડિંગ કોર્સમાં પોલીસને નફો 

મોટરવે પર ગતિમર્યાદાનો ભંગ કરવાના ગુનાઓમાં સેંકડો વાહનચાલકોને સ્પીડ અવેરનેસના નવા ૭૫ પાઉન્ડના કોર્સમાં નોંધણી કરાવાયા પછી પોલીસ વડાઓ સામે નફો મેળવવાનો આક્ષેપ કરાયો છે. વાહનચાલકોને પેનલ્ટી પોઈન્ટ્સના વિકલ્પ તરીકે આ કોર્સ ઓફર કરવામાં આવે છે. આ કોર્સથી ડ્રાઈવર્સની માનસિકતા બદલાવા અંગે શંકા વ્યક્ત કરાયા છતાં પોલીસ આ મુદ્દે આગળ વધી છે. પોલીસ ફોર્સને આ કોર્સમાં પ્રતિ ડ્રાઈવર ૩૦ પાઉન્ડની ફી રાખવા મળે છે.

 

છોકરાઓ માટે પણ સ્કર્ટનો યુનિફોર્મ

નોર્થ લંડનની ખાનગી હાઈગેટ સ્કૂલે લૈંગિક ઓળખ સામે વિદ્યાર્થીઓ દ્વારા જ પ્રશ્નો ઉઠાવાતાં જેન્ડર-ન્યૂટ્રલ યુનિફોર્મ દાખલ કરવાની યોજના ઘડી છે. આ સ્કૂલમાં છોકરીઓ ગ્રે પ્લેટેડ સ્કર્ટ તેમજ ગ્રે ટ્રાઊઝર્સ અને ઘેરાં બ્લુ જેકેટ્સ પહેરવાનો વિકલ્પ છે. છોકરા અને છોકરી વચ્ચે લૈંગિક ભેદ દર્શાવતા અલગ યુનિફોર્મન૩ બદલે મિક્સ એન્ડ મેચ યુનિફોર્મની વિચારણા થઈ રહી છે.

 

બાળકોને રમકડાંથી વધુ જંતુ લાગે 

શાળાના નાના બાળકોને લેવેટરીના બદલે રમકડાંના સાધનોથી વધુ જંતુ લાગતાં હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. બે બ્રિટિશ શાળાઓમાં જંતુ અને ચેપ લાગવાના જોખમ માટે સંભવિત બાબતોમાં લેવેટરી, ડોર હેન્ડલ્સ, ખુરશીઓ, રેડિયેટર્સ અને સ્ટેશનરી આઈટમ્સની તપાસ કરવામાં આવી હતી. મોટા ભાગના પ્લે ઈક્વિટમેન્ટની સપાટી પર બેક્ટેરિયા વધુ જણાયા હતા અને લેવેટરી ડોરની સરખામણીએ એક રમકડામાં બેક્ટેરિયાનું પ્રમાણ ૪૧ ગણુ જોવાં મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter