સામાજિક એકલતા અકાળે અથવા વહેલા મૃત્યુની શક્યતા ત્રણ ગણી વધારે છે. એકલતાથી લોકોની ઈમ્યુન સિસ્ટમમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે અને પરિણામે તેઓ બીમારી અને વહેલા મોત માટે વધુ અસલામત બને છે. અતિ એકલતાની લાગણી તેમનામાં બાયોકેમિકલ વિષચક્ર સર્જે છે. ઈંગ્લેન્ડમાં ૭૫થી વધુ વયના લોકોના અડધાથી વધુ લોકો એકલા રહે છે. અંદાજે પાંચ મિલિયન પેન્શનરો માટે ટેલિવિઝન જ આધારભૂત સંગાથી બની રહે છે.
• શાળાના મહિલા ગવર્નરને પુરુષોથી અલગ બેસાડાયાં
બર્મિંગહામની દારુલ ઉલુમ ઈસ્લામિક હાઈ સ્કૂલમાં એકમાત્ર મહિલા ગવર્નરને તેમના પુરુષ સાથીઓની નજરથી દૂર અલગ ખંડમાં બેસવાની ફરજ પાડવામાં આવી હતી. આના કારણે આ ગવર્નર મીટિંગમાં ભાગ લઈ શક્યાં ન હતાં. ઓફસ્ટેડ દ્વારા ફેઈથ સ્કૂલોને લખાયેલાં પત્રમાં આ માહિતી જણાવાઈ હતી. જોકે, શાળાના સત્તાવાળાઓએ આ વ્યવસ્થા સામાન્ય હોવાનું જણાવ્યું હોવાનું વોચડોગના વડા સર માઈકલ શોએ કહ્યું હતું. મૂળભૂત બ્રિટિશ મૂલ્યોને આગળ વધારવા અપૂરતા ઉત્તેજન બદલ દારુલ ઉલુમ ઈસ્લામિક હાઈ સ્કૂલની ટીકા કરવામાં આવી છે.
• ડોક્ટરો જોખમી પેશન્ટ્સની માહિતી DVLAને આપશે
ફેમિલી ડોક્ટરોએ તેમના કેટલાંક પેશન્ટ્સ વાહન હંકારવાને લાયક ન જણાતા હોય અને પબ્લિક માટે જોખમરૂપ હોય તો DVLAને તેની જાણ કરવાની સૂચના જનરલ મેડિકલ કાઉન્સિલ દ્વારા અપાઈ છે. વૃદ્ધો પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ પાછું ખેંચી લેવાતા પહેલા તેમના તબીબી પરીક્ષણો કરાવવા પડે છે. કાઉન્સિલે જણાવ્યું છે કે ડોક્ટરોએ પેશન્ટની ગુપ્તતા સામે પબ્લિકની સુરક્ષા પ્રત્યે ફરજને વધુ મહત્ત્વ આપવું જોઈએ. પેશન્ટને ડ્રાઈવિંગ નહિ કરવાની સલાહ અવગણવામાં આવે તો DVLAને જાણ કરવી જોઈએ તેમ પણ કાઉન્સિલે જણાવ્યું છે.
• સેક્સ અને બ્લેકમેઈલ કૌભાંડમાં સાંસદો
કહેવાતા ‘ટેટલર ટોરી’ સ્ક્સ, બળજબરી અને બ્લેકમેઈલ કૌભાંડમાં પોતાને સાંકળવા બદલ કન્ઝર્વેટિવ સાંસદે ડેઈલી ટેલિગ્રાફ અખબાર સામે ઈન્જંક્શન લાવવાની ધમકી આપી છે. આ કૌભાંડમાં રોબ હાલ્ફોન સહિત પાંચ સાંસદ સંકળાયેલા હોવાનું કહેવાય છે. સાંસદોને ચોક્કસ કાર્યક્રમોમાં યુવાન સ્ત્રી અને પુરુષો પૂરા પાડવામાં આવતા હોવાનું જણાવતો એક પત્ર વ્હીસલબ્લોઅરે ટોરી પાર્ટીના ચેરમેન લોર્ડ ફેલ્ડમેનને લખ્યો હતો.
• બ્રિટનનો સૌથી એકલવાયો વિદ્યાર્થી
બ્રિટનના સૌથી એકલવાયા વિદ્યાર્થી ૧૦ વર્ષીય અરોન એન્ડરસન શેટલેન્ડ્સમાં અંતરિયાળ સ્કોટિશ ટાપુ આઉટ સ્કેરિશમાં રહે છે. ત્યાંની સ્કેરિશ કોમ્યુનિટી સ્કૂલમાં એરોન એકમાત્ર વિદ્યાર્થી છે. શાળામાં તેના માટે બે ક્લાસરુમ, લાઈબ્રેરી અને રમતનું મેદાન છે, પરંતુ તેની સાથે ભણવા કે રમવા અન્ય કોઈ વિદ્યાર્થી નથી. તેને બતકો સાથે મિત્રતા કરવાની ફરજ પડે છે. અરોન મોટો થઈને તેના પિતા જેવો માછીમાર થવા માગે છે પરંતુ સ્કૂલમાં સાથી-સંગાથી વિનાની એકલતા તેને અસહ્ય લાગે છે
• ત્રાસવાદીઓના સામના માટે ‘સ્ટ્રાઈક બ્રિગેડ્સ’
વડા પ્રધાન ડેવિડ કેમરને ત્રાસવાદીઓનો સામનો કરવા ‘સ્ટ્રાઈક બ્રિગેડ્સ’ રચવાની જાહેરાત કરી છે. આ માટે બ્રિટિશ આર્મીની પુનર્રચના કરવામાં આવશે. ૫,૦૦૦ સૈનિકોને બે ‘સ્ટ્રાઈક બ્રિગેડ્સ’માં સ્થાન અપાશે અને દેશને જોખમરુપ ત્રાસવાદીઓ અથવા અન્ય પરિબળો સામે લડવા તેમની તત્કાળ ગોઠવણી કરવામાં આવશે.